સરકારી શાળાની આ ઈંગ્લીશ શિક્ષિકાના ઠેર ઠેર થઇ રહ્યા છે વખાણ, પહેલા ડાન્સ વીડિયો અને હવે વિધાર્થીઓ સાથેની તસવીર આવી સામે, જુઓ

શિક્ષક કયારેય સાધારણ નથી હોતા. ગુરુ ચાણક્યએ આ વાત કહી હતી. અને ઘણા શિક્ષકો એવા હોય છે જે પોતાના વિધાર્થીઓમાં એક નવી ચેતના ભરે છે અને તેમને સફળતાનાં શિખર સુધી પહોંચાડે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક શિક્ષિકાની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે અને ઠેર ઠેર આ શિક્ષિકાના લોકો વખાણ પણ કરી રહ્યા છે.

સરકારી શાળાની શિક્ષિકા મનુ ગુલાટી હાલ ખૂબ પ્રખ્યાત થઈ ગયા છે. તે માત્ર તેમની ભણાવવાની રીતથી જ નહીં પરંતુ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે પણ જાણીતા છે. મનુ ગુલાટી તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ દરરોજ નવા નવા વીડિયો પોસ્ટ કરતા રહે છે. તેમની શીખવવાની પદ્ધતિ એટલી સારી છે કે બાળકો એક દિવસની રજા લેવા માંગતા નથી.

આ મહિલા શિક્ષિકા અભ્યાસની સાથે ડાન્સ જેવી પ્રવૃતિઓ પણ કરાવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ દરરોજ શાળામાં આવવું પસંદ કરે છે. તેમણે મંગળવારે એક ફોટો શેર કર્યો, જેમાં તે તેની સ્કૂલના બાળકો સાથે ફોટો પડાવી રહ્યા છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે સ્કૂલની બહાર ગ્રાઉન્ડમાં તેમણે યો લુકમાં તેમની સ્કૂલના બાળકો સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.

વિદ્યાર્થીઓ મનુ ગુલાટી મેડમના ક્લાસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. મનુ ગુલાટીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર બાળકો સાથેની એક તસવીર શેર કરી છે. થોડા સમયની અંદર આ તસવીર પર હજારો લાઈક્સ છે અને લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વિદ્યાર્થીઓ ખૂબ નસીબદાર છે કે તમારા જેવા શિક્ષક મળ્યા.’ અન્ય એક યુઝરે આ તસવીરને ખૂબ જ સુંદર ગણાવી છે. મનુ ગુલાટીએ આ તસવીરના કેપ્શનમાં યો લખ્યું છે.

આવો જાણીએ કોણ છે સરકારી શાળાના સ્ટાઇલિશ શિક્ષક મનુ ગુલાટી. અંગ્રેજી શીખવનાર મનુ ગુલાટી માત્ર અભ્યાસમાં જ ધ્યાન આપતા નથી, પરંતુ બાળકો સાથે આનંદ માણવાનું પણ પસંદ કરે છે. તેઓ અભ્યાસની વિવિધ અને નવીન પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે બાળકોને આર્ટ એન્ડ ક્રાફ્ટ, સ્પોર્ટ્સ, ડાન્સ જેવી પ્રવૃત્તિઓ કરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તેમની ભણાવવાની રીત અન્ય શિક્ષકો કરતા સાવ અલગ છે. તેમનું માનવું છે કે અભ્યાસની સાથે ડાન્સ અને મોજ-મસ્તી પણ કરવી જોઈએ. તેનાથી બાળકોમાં તણાવ ઓછો થાય છે અને તેઓ અભ્યાસ માટે વધુ ઉત્સુક બને છે. થોડા દિવસ પહેલા જ તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ  વાયરલ થયો હતો, જેમાં તે સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે કજરા મહોબ્બત વાલા ગીત ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

Niraj Patel