એન્જિનિયર સમજી જેની સાથે કર્યા લગ્ન તે પતિ સુહાગરાત ન માણી શક્યો, સુહાગરાતે જ ખુલી પોલ- સાસુએ કહ્યુ- જેઠ સાથે બનાવી લે સંબંધ

Bride And Groom News UP : જ્યારે તેના લગ્ન થયા, ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના સપનાનો રાજકુમાર એન્જિનિયર છે. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા પણ તે પછી જ્યારે પિયરથી સાસરે ગઈ તો લગ્નના થોડા દિવસો પછી કંઈક એવું થયું કે તેને ન્યાય માટે એસપી પાસે જવું પડ્યું. આ મામલો ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાનો છે. હરદોઈના કોતવાલી વિસ્તારની એક યુવતીના લગ્ન 4 મહિના પહેલા શાહજહાંપુરના રહેવાસી શુભમ ત્રિપાઠી સાથે થયા હતા.

યુવતીનું કહેવું છે કે વરરાજા એન્જિનિયર છે તેવું કહેવામાં આવ્યું હતું. લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા, જેમાં છોકરીના પિતાએ પોતાની ક્ષમતા મુજબ ખર્ચ કર્યો હતો, સાથે જ સ્થિતિ પ્રમાણે દહેજ પણ આપ્યું હતું. પરંતુ છોકરીના પિતાને ક્યાં ખબર હતી કે તેઓ જે દીકરીને વિદાય કરી રહ્યા હતા, તેની તો જિંદગી જ બરબાદ થવાની હતી. યુવતી લગ્ન કરીને શાહજહાંપુરમાં તેના સાસરે પહોંચી ત્યારે યુવતીનો પતિ શુભમ ત્રિપાઠી સુહાગરાતે કોઈ બહાને બહાર ગયો અને આ વધુ કેટલાક દિવસો સુધી આવું જ ચાલુ રહ્યું.

થોડા દિવસો પછી યુવતીને શંકા ગઈ. યુવતિના પતિ શુભમ ત્રિપાઠીએ કહ્યું કે તે કિન્નર છે, જે સાંભળીને યુવતી ચોંકી ગઈ. પતિના કિન્નર હોવાની જાણ થતા જ પત્નીના પગ નીચેથી તો જમીન સરકી ગઈ. યુવતીએ જણાવ્યું કે જ્યારે તેણે તેના પતિની માતાને એટલે કે તેના સાસુને આ વાતની જાણ કરી તો તેણે તેના મોટા પુત્ર એટલે કે યુવતિના જેઠ અભિષેક સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ વાતનો યુવતિએ વિરોધ કર્યો તો 23 માર્ચ 2023ના રોજ સાસુ, જેઠ અભિષેક, પતિ શુભમ અને નણંદોઇ આલોક બળજબરીથી ઘૂસ્યા અને જેઠ સાથે સુવા માટે દબાણ કરવા લાગ્યા. ક્યાંકથી મોબાઈલ મળતાં યુવતીએ પોતાની સાથે થઈ રહેલા અન્યાયની સમગ્ર ઘટના પરિવારજનોને જણાવી. યુવતીનો આરોપ છે કે જ્યારે યુવતીના પરિવારના સભ્યો તેને લેવા આવ્યા ત્યારે સાસરિયાઓએ પિસ્તોલના જોરે દાગીના અને પૈસા પડાવી લીધા હતા,

પીડિતાએ આ સમગ્ર મામલે ગંભીર આરોપ લગાવ્યા છે અને એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી છે. પીડિતાએ કહ્યું, “મારા લગ્ન 10 ફેબ્રુઆરી 2023ના રોજ થયા હતા. કહેવામાં આવ્યું હતુ કે પતિ એન્જીનીયર છે. જો કે, લગ્ન બાદ મને ખબર પડી કે પતિ કિન્નર છે ત્યારે 15 દિવસ સુધી રાહ જોઈ. મેં થોડી વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં તેને સ્પર્શ કર્યો ત્યારે તેણે કહ્યું કે તમે જે ઇચ્છો તેને હું લાયક નથી.

મેં મારા માતા-પિતાને ફોન કર્યો, પછી મારા માતા-પિતા મને લેવા પહોંચ્યા. સાસુએ કહ્યું જેઠ સાથે રહેજે. આ મારો મોટો છોકરો છે તેની સાથે સંબંધ બાંધજે, આ બધું મારી સાથે ખૂબ જ વિચિત્ર બન્યું. હું એસપી સાહેબ પાસે ફરિયાદ લઈને આવી છું. હાલ તો પોલિસ આ મામલે તપાસ કરી રહી છે.

Shah Jina