લારીમાં આરામથી રાત્રે સુઈ રહેલા માણસની સામે અચાનક આવીને ઉભું થઇ ગયું ભૂત? પછી એ માણસે કર્યું એવું કે… જુઓ વીડિયો

ભૂતનું માસ્ક પહેરીને સાઇકલ રિક્ષામાં સુઈ રહેલા આ વ્યક્તિ સાથે ભાઈએ કર્યો એવો પ્રેન્ક કે જોઈને તેના શ્વાસ પણ ક્ષણવાર માટે થંભી ગયા હશે, જુઓ વીડિયો

આજે જમાનો સોશિયલ મીડિયા અને તેમાં વાયરલ થતા વીડિયોનો છે. ઘણા લોકો અલગ અલગ પ્રકારના વીડિયો બનાવતા હોય છે, ઘણા લોકો પ્રેન્ક વીડિયો પણ બનાવતા હોય છે અને લોકોને પણ રસ્તા વચ્ચે ડરાવતા હોય છે, ત્યારે આવા પ્રેન્ક વીડિયોને જોવાનું પણ લોકો ખુબ જ પસંદ કરતા હોય છે, હાલ એવો જ એક ભૂતનો પ્રેન્ક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

સામાન્ય રીતે ભૂતની બીક દરેક વ્યક્તિને લાગતી હોય છે. જો કે ઘણા લોકો એવા પણ છે જે ભૂત પ્રેતમાં વિશ્વાસ નથી કરતા અને આજના આધુનિક જમાનામાં તો આ બધી વાતો હાસ્યાસ્પદ લાગતી હોય છે. પરંતુ ઘણીવાર એવા વીડિયો પણ સામે આવે છે જે ભૂત પ્રેત હોવાની સાબિતી પણ આપતા હોય છે. પરંતુ આ વીડિયોમાં એક ભાઈ ભૂતનો પ્રેન્ક કરતા જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રાતના સમયે આરામથી એક લારી જેવી સાઇકલ રિક્ષાની અંદર સુઈ રહ્યો છે. તે મીઠી ઊંઘ માણી રહ્યો છે, પરંતુ ત્યારે જ એક વ્યક્તિ ભૂતનું માસ્ક પહેરીને તેની સામે આવે છે. તે વ્યક્તિને તો ખબર પણ નથી કે કોણ સામે ઉભું છે, અને ભૂતના ગેટઅપમાં આવેલો વ્યક્તિ સુઈ રહેલા વ્યક્તિનો ધાબળો ખેંચવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by @planet_visit

આ હરકતથી તે વ્યક્તિ ઉઠી જાય છે અને આંખો સામે એક ભૂતનું માસ્ક લગાવેલા વ્યક્તિને જોઈને તરત ડરી જાય છે, એક ક્ષણ માટે તો તેને પણ સમજાઈ નથી રહ્યું કે આખરે આ શું થઇ રહ્યું છે, પરંતુ જેવો જ તે જાગે છે કે તરત હાથથી તેને દૂર ભગાડવાના પ્રયત્નો કરવા લાગે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel