ગાડીમાં જઇ રહ્યો હતો પરિવાર, અચાનક ઝાડીઓમાંથી દોડીને આવ્યો હાથી, વીડિયો જોઇ ઊભા થઇ જશે રૂંવાડા

ગાડીમાં જઇ રહ્યો હતો પરિવાર, અચાનક સામેથી દોડતો આવ્યો હાથી, આગળ જે થયુ એ વીડિયોમાં જોઇ રૂંવાડા ઊભા થઇ જશે

સોશિયલ મીડિયા પર અવાર નવાર હાથીઓને લગતા વીડિયો વાયરલ થતા રહે છે. આમ તો હાથી ખૂબ જ સમજદાર પ્રાણી માનવામાં આવે છે પણ જ્યારે હાથી પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે તો તેઓ પોતાની સુરક્ષા માટે બીજા પર હુમલો પણ કરી દે છે. સોશિયલ મીડિયા પર માણસો અને હાથીઓ વચ્ચેની મિત્રતાના વીડિયો પણ ઘણીવાર જોવા મળે છે. હાથીના બાળકોના પણ મજેદાર અને પ્રેમાળ વીડિયો વાયરલ થતા રહેતા હોય છે, જેને જોઇને દિલ ખુશ થઇ જાય છે.

શ્રીલંકાના Yala National Park નો વીડિયો

પણ કેટલીકવાર હાથીઓના ખતરનાક હુમલાના પણ વીડિયો જોવા મળે છે. ત્યારે આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે જેમાં હાથી એક પરિવાર પર હુમલો કરી દે છે. વીડિયો જોઇ કોઇના પણ રૂંવાડા ઊભા થઇ જાય. વાયરલ થઇ રહેલ વીડિયો શ્રીલંકાના Yala National Park નો જણાવવામાં આવી રહ્યો છે. જેને જોઇને લોકો હેરાન થઇ રહ્યા છે અને ડરી પણ રહ્યા છે.

હાથી સૂંઢને બારીની અંદર નાખી ગાડી રોકી દે છે

અચાનક જંગલમાંથી એક હાથી દોડતો આવે છે અને રસ્તા પર કાર સામે આવી જાય છે. ડરના માર્યા ડ્રાઇવર ગાડીને આગળ વધારવાની કોશિશ કરે છે, પણ હાથી સૂંઢને બારીની અંદર નાખી ગાડી રોકી દે છે અને ગાડી આગળ નથી વધવા દેતો. વીડિયો જોઇને એવું લાગી રહ્યુ છે કે હાથી કંઇ ખાવાની વસ્તુ શોધી રહ્યો છે. હાથી સૂંઢથી કારની અંદર સામાન શોધે છે અને તે એવો ઉત્પાત મચાવે છે કે ડ્રાઇવિંગ સીટ પર બેસેલ શખ્સ પરેશાન થઇ જાય છે અને મહિલા પણ ડરી જાય છે.

ડબ્બામાં રાખેલ ફ્રેન્ચ ફ્રાઇઝ બારીની બહાર 

તે બાદ બાળકો સાથે પાછળની સીટ પર બેસેલ એક મહિલા ડબ્બામાં રાખેલ ફ્રેન્ચ ફ્રાઇઝને બારીના બહાર નાખે છે. ત્યારે હાથી સૂંઢ બહાર નીકાળી દે છે. કેટલીક જ સેકન્ડ બાદ ડ્રાઇવર ગાડીની સ્પીડ વધારી આગળ નીકળી જાય છે. ગાડીમાં બેસેલા લોકોને અરે મેરે ભગવાન એવું કહેતા સાંભળી શકાય છે. તમે જોઇ શકો છો કે યાત્રી ગભરાયા વગર સૂજબૂજથી કામ લઇ રહ્યા છે જેને કારણે એક મોટો અકસ્માત થવાથી ટળી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Iraj (@irajw)

Shah Jina