હાથી સાથે મજાક કરવો આ દીદીને પડ્યો ભારે, કેળાની લાલચ આપીને છેતરી રહી હતી, ત્યારે જ ગુસ્સામાં આવીને ગજરાજે કર્યું એવું કે… જુઓ વીડિયો

આ છોકરીએ હાથીને કેળું બતાવી લલચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાથીને આવી ગયો ગુસ્સો અને પછી કર્યું એવું કે… જુઓ

Elephant Attack on Girl Video : ઇન્ટરનેટ પર પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ખાસ કરીને હાથીના વીડિયોને જોવાનું લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. કારણ કે હાથી શાંત અને ખુબ જ પ્રેમાળ પ્રાણી છે. પરંતુ હાથીને જયારે ગુસ્સો આવે ત્યારે આખું જંગલ ગાંડુ કરી દેતો હોય છે. હાથીના ગુસ્સાના પણ ઘણા વીડિયો તમે જોયા હશે.

હાથી ખુબ જ બુદ્ધિશાળી પણ હોય છે. જો કોઈ વ્યક્તિ હાથીને પરેશાન કરવાનો પ્રયાસ કરે તો તે તેને પાઠ શીખવવામાં જરા પણ પાછળ રહેતો નથી. હાથી તેમના મનપસંદ ખોરાક મેળવવા માટે ગમે તેટલા અંતરે જઈ શકે છે, પરંતુ ખોરાક વિશે તેને કોઈ પરેશાન કરે તો તે સહન કરી શકતો નથી. આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકોના શ્વાસ થંભી ગયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલમાં એક હાથ ધીમેથી આગળ વધી રહ્યો છે, જ્યારે તેની સામે એક વિદેશી યુવતી એક હાથમાં કેળાની આખી દાંડી અને બીજા હાથમાં કેળું બતાવીને હાથીને આગળ બોલાવવાનો પ્રયાસ કરી રહી છે. અને સામે તેને ઓળખનાર વ્યક્તિ તેના મોબાઈલ કેમેરામાં વિડીયો શૂટ કરી રહી છે. છોકરીએ હાથીને કેળું બતાવીને છેતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાથી અંદરથી ગુસ્સે થઈ રહ્યો હતો.

જ્યારે હાથી કેળા ખાવા માટે આગળ વધી રહ્યો હતો ત્યારે છોકરી તેને તેના હાથમાં કેળું આપી રહી ન હતી. આ વાત પર ગજરાજ ગુસ્સે થઈ ગયો અને તેણે તેની સૂંઢ વડે હુમલો કર્યો. હુમલાનો વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે છોકરીને વાગ્યું હશે કારણ કે તે ઘણી દૂર પડી ગઈ હતી. થોડીક સેકન્ડ સુધી વીડિયો જોયા બાદ લોકોના શ્વાસ અટકી ગયા. આ વીડિયોને IFS ઓફિસર સુશાંત નંદાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, “તમે હાથીને મૂર્ખ બનાવી શકતા નથી, પછી ભલે તે પાલતુ હોય. તે કેદમાં જીવતા સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓમાંથી એક છે.”

Niraj Patel