પ્રાઇવેટ પાર્ટમાં છુપાવીને લઇ ગઈ ચિપ-બ્લુટુથ, પરીક્ષા શરૂ થતા જ વોશરૂમ ગઈ, અવાજ સ્પષ્ટ સંભળાય એ માટે બંધ કરાવી દીધો પંખો

પ્રાઇવેટ ભાગમાં ચિપ નાખીને એક્ઝામ આપવા ગઈ, જેવી બાથરૂમ ગઈ, અચાનક ઝડપાઇ….જોનારની આંખો ફફડી ઉઠી

સરકારી નોકરી મેળવવા માટે ઘણા લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે,પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે ચોરી કરી અને સારા માર્ક્સ મેળવી લેતા હોય છે, પરંતુ પરીક્ષામાં પ્રવેશતા પહેલા તેમની તપાસ પણ કરવામાં આવે છે તે છતાં ઘણા પરીક્ષાર્થીઓ ચોરી કરવા માટે એવી એવી તકનીક અપનાવતા હોય છે જેને જોઈને આપણી પણ અક્કલ કામ ના કરે. ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક છોકરીએ ચોરી કરવા માટે પોતાના પ્રાઇવેટ પાર્ટમાં એક ચિપ છુપાવી હતી.

UPSSSC ફોરેસ્ટ ગાર્ડ અને વાઈલ્ડલાઈફ ગાર્ડની પરીક્ષામાં રવિવારે મિર્ઝાપુરમાંથી એક અને જૌનપુરમાંથી ત્રણ નકલ કરનારા પકડાયા છે. જેમાં એક મહિલા પણ છે. જૌનપુરમાં નકલ કરતા પકડાયેલા ત્રણેય આરોપીઓ પ્રયાગરાજ જિલ્લાના રહેવાસી છે. તેમની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસ નકલમાં સંડોવાયેલી ગેંગને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે. નકલ કરતા પકડાયેલા ચારેય લોકોએ વિચિત્ર પદ્ધતિ અપનાવી હતી. જો જોરથી બીપનો અવાજ ન આવ્યો હોત, તો રૂમ નિરીક્ષક ચોરી કરનારને પકડી શક્યા ન હોત. તેઓ પરીક્ષા કેન્દ્રમાં કયા પ્રકારનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ લાવ્યા હતા તે ઓળખવું મુશ્કેલ હતું. તેને તેઓએ સારી રીતે છુપાવી પણ દીધું.

પકડાયેલી યુવતીએ ચોરી કરવા માટે એક એટીએમ કાર્ડ જેવું ડિવાઈઝ રાખ્યું હતું, પરીક્ષા કેન્દ્રમાં થતી તપાસથી બચવા માટે તેને એ કાર્ડને પોતાના પ્રાઇવેટ પાર્ટમાં છુપાવી દીધું હતું. જેનાથી તે તપાસ દરમિયાન બચી ગઈ. પરીક્ષા હોલમાં આવતા જ તેને વોશરૂમ જવાનું બહાનું બનાવ્યું અને વૉશરૂમાં જઈને એ ચિપ બહાર કાઢી દુપટ્ટામાં લપેટી દીધી, જેના બાદ એક બ્લુટુથ ડિવાઈઝ કાનમાં લગાવી લિધું.

પરીક્ષા હોલમાં ઠંડીનું બહાનું કાઢી પંખા બંધ કરાવવા નિરીક્ષકને કહ્યું પરંતુ અન્ય પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો, જેના બાદ બાદ તેણે દુપટ્ટો માથે ઓઢી લીધો અને કાનમાં રહેલા ડિવાઈઝ દ્વારા બહાર બેસીને નકલ કરાવતા લોકોના જવાબોથી ચોરી કરવા લાગી, પરંતુ આ દરમિયાન આવેલા બિપન અવાજ દ્વારા નિરીક્ષકને શંકા ગઈ અને તપાસ કરતા તેની પાસેથી ચિપ અને બ્લુટુથ ડિવાઈઝ મળી આવ્યું.

તો કોઈએ ચપ્પલમાં પણ ડિવાઈઝ છુપાવી રાખ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બ્લૂટૂથ ઈયરફોન ખિસ્સામાં રિસીવર સાથે જોડાયેલા છે, જે એટીએમના માસ્ટર કાર્ડ પર લગાવેલા છે. તેણે જણાવ્યું કે કાર સવારો ચાની દુકાન પર મળી આવ્યા હતા. તેણે 40 હજાર રૂપિયામાં કોપી કરાવવાનું કહ્યું હતું. 20 હજાર રૂપિયા તાત્કાલિક ચૂકવવાના હતા અને બાકીના 20 હજાર પરીક્ષા પછી. તે કારમાં સવાર લોકો વિશે વધુ વિગતો આપી શક્યા નહિ.

Niraj Patel