ખુશખબરી: તમારી જૂની કાર હવે 74 પૈસામાં ચાલશે 1 કિમી, જાણો બેસ્ટ ટિપ્સ

પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોથી પરેશાન લોકોએ ઇલેકટ્રિક ગાડીઓ ખરીદવાનું શરૂ કરી દીધૂુ છે. દેશમાં હર મહીને ઇલેકટ્રિક વ્હીકલના વેચાણના આંકડા વધી રહ્યા છે. ટાટા અનુસાર, વર્ષ 2025 સુધી તેના કુલ વેચાણમાં 25% ગાડીઓ ઇલેકટ્રિક હશે, જો કે કોમન મેન માટે ઇલેકટ્રિક કારનો સોદો હજી મોંઘો છે. દેશમાં સોથી વધારે વેચાનાર ટાટા નેક્સન ઇવીની એક્સ શોરૂમ કિંમત 14 લાખથી શરૂ થાય છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઇલેકટ્રિક કાર તો મોંઘી છે પરંતુ તેને વેચવાનો પણ એક ઉપાય છે. તમે તમારી પેટ્રોલ કે ડિઝલ કારને ઇલેકટ્રિક કારમાં કન્વર્ટ કરાવી શકો છે. આ કામને ઇલેકટ્રિક પાર્ટ્સ બનાવનાર કેટલીક કંપનીઓ કરી રહી છે. ત્યાં તૈયાર થયેલ કાર પર પૂરી વોરંટી પણ આપે છે. આવી વધારે કંપનીઓ હૈદરાબાદમાં છે. તેમાં ઇટ્રાયો અને નોર્થવેએમએસ બે મેન કંપનીઓ છે. આ બંને કંપનીઓ કોઇ પણ પેટ્રોલ-ડિઝલ કારને ઇલેકટ્રિક કારમાં કન્વર્ટ કરી આપે છે.

તમે વેગેનાર, અલ્ટો, ડિઝાયર, I10, સ્પાર્ક કે બીજી કોઇ પેટ્રોલ-ડિઝલ ગાડીને કન્વર્ટ કરાવી શકો છે. કારમાં ઉફયોગ થનાર ઇલેકટ્રિક કિટ લગભગ એક જેવી હોય છે. જો કે, રેંજ અને પાવર વધારવા માટે બેટરી અને મોટરમાં ફરક આવી શકે છે. આ કંપનીઓથી તમે તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને સંપર્ક કરી શકો છે. આ કંપનીઓ ઇલેકટ્રિક કાર વેચે પણ છે.

લગભગ 20 કિલોવોટની ઇલેકટ્ર્ક મોટર અને 12 કિલોવોટની લિથિયમ આયન બેટરીનો ખર્ચ લગભગ 4 લાખ રૂપિયા સુધી થાય છે. આવી રીતે બેટરી જો 22 કિલોવોટની હશે તો તેનો ખર્ચ લગભગ 5 લાખ રૂપિયા સુધી થશે. કારમાં 12 કિલોવોટની લિથિયમ આયન બેટરી છે તો તે ફૂલ ચાર્જ થવા પર લગભગ 70 કિમી ચાાલશે ત્યાં જો 22 કિલોવોટ લિથિયમ આયન બેટરી છે તો તેની રેંજ વધીને 150 કિમી સુધી થશે.

ઇલેકટ્રિક કાર 74 પૈસામાંં એક કિમી સુધી ચાલશે. પેટ્રોલ-ડિઝલ કારને ઇલેકટ્રિક કાર બનાવનાર કંપની 5 વર્ષની વોરંટી પણ આપે છે. કારમાં ઉપયોગ થનારી કિટ પર કોઇ એકસ્ટ્રા ખર્ચ કરવો નહિ પડે. બેટરી પર કંપની 5 વર્ષની વોરંટી આપે છે એટલે કે 5 વર્ષ બાદ તમારે બેટરી બદલવાની જરૂરત થશે. આને સરકાર અને RTO પણ મંજૂરી આપે છે.

Shah Jina