સાસુ અને સસરાએ વહુ અને દીકરાના ફોટોશૂટને પરફેક્ટ બનાવવા માટે કર્યું એવું ઉમદા કામ કે વીડિયો તમારું પણ દિલ જીતી લેશે… જુઓ

દીકરા અને વહુને પરફેક્ટ ફોટો લેવા માટે સાસુ અને સસરાએ કર્યું દિલ જીતી લેનારું કામ, વાયરલ થઇ ગયો વીડિયો, જુઓ

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ તથા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જે આપણા પણ દિલ જીતી લે. ત્યારે આજના સમયમાં પ્રિ વેડિંગનો પણ એક મોટો ક્રેઝ જોવા મળે છે. જેમાં લગ્ન પહેલા વર-કન્યા અલગ અલગ જગ્યાઓ પર જઈને સંભારણા રૂપ પ્રિ વેડિંગ કરાવતા હોય છે.

મોટાભાગના પ્રિ વેડિંગમાં તમે જોયું હશે કે કન્યાની બહેનપણીઓ અને વરરાજાના મિત્રો મદદ કરવા માટે સાથે જતા હોય છે. પરંતુ હાલ એક ફોટોશૂટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં છોકરાના મમ્મી પપ્પા વર કન્યાને મદદ કરતા જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન તે એવું કરે છે કે વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

વીડિયોમાં એક યુવાન દંપતી બીચ પર ખડકો પર ઉભા રહીને પોઝ આપવાનો પ્રયાસ કરે છે. વિડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ પણ છે જે ફોટા ક્લિક કરી રહ્યો છે અને વૃદ્ધ મહિલા તેની પાછળ તેનો દુપટ્ટો પકડીને પુત્રવધૂને મદદ કરતી જોવા મળે છે. ઘણા પ્રયત્નો પછી દંપતી યોગ્ય પોઝ મેળવવામાં સક્ષમ છે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “આ સાસરિયાઓને તેમની પુત્રવધૂને બીચ પર એક પરફેક્ટ ફોટો મેળવવામાં મદદ કરતા જોઈને અભિભૂત થઈ ગયો!” વીડિયોએ ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી પણ વધુ વ્યૂઝ એકત્ર કર્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિક્રિયાઓની ભરમાર જોવા મળી રહી છે. ઘણા લોકો સાસુ સસરાની પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel