સુરતમાં વૃદ્ધ દંપતીના શરીરમાંથી એવી જગ્યાએ 1 કરોડનું ગોલ્ડ મળ્યું કે સાંભળીને મગજ બેન્ડ મારી જશે

કોરોના મહામારી બાદ વિદેશ જતી અને આવતી ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ છે. ત્યારે હવે ફરી એકવાર કસ્ટમ વિભાગ સક્રિય થઇ ગયો છે અને સોનાની દાણચોરીને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે રવિવારના રોજ રાત્રે શારજાહથી સુરતની ફ્લાઇટમાં ડિબોર્ડિંગ કરીને એરપોર્ટથી બહાર આવી રહેલા એક વૃદ્ધ દંપતીના કબજામાંથી 1 કિલો 900 ગ્રામ સોનું શંકાસ્પદ રીતે ઝડપાયું હતું. જણાવી દઇએ કે, તેની કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. 1 કરોડથી વધુનું સોનું પકડાતા કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

ઘટનાની વિગત તપાસીએ તો, 60 વર્ષિય વૃદ્ધ દંપતિને અટકાવીને તેમની તપાસ કરવામાં આવી હતી. આ દંપતિના શરીરમાંથી 8 કેપ્સુલમાં 1 કિલો 900 ગ્રામ સોનુ ઝડપાયુ હતુ. આ સોનું કેપ્સુલના રૂપમાં અને થોડુ બેગમાં બોડીમાં સંતાવીને લઇ જવાઇ રહ્યુ હતુ. ત્યારે કેપ્સ્યુલની બજાર કિંમત 1.01 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. એરપોર્ટ પર મુંબઇના દંપતીનો ભાંડો ફૂટી જતા પોતે જ સોનાની દાણચોરી કરી હોવાની વાત સ્વીકારી હતી.

રવિવારના રોજ રાત્રે 12 વાગ્યા આસપાસ શારજાહથી સુરતની ફ્લાઇટમાં આવેલા મુંબઈના દંપતી એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા, ત્યારે કસ્ટમના અધિકારીઓને તેમની ચાલને જોતા શંકા જતાં તેમને રોકવામાં આવ્યા હતા.<પહેલા તો તેમની બેગ તપાસવામાં આવી અને તેમાંથી સોનું નીકળ્યુ, જે આધારે બંનેની પૂછપરછ કરવામાં આવી અને આખરે બંને પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યા અને હકિકત જણાવી હતી.

મુંબઈના ઈકબાલ અને સુગરાને શંકાના કારણે અટકાવવામાં આવ્યા હતા અને તે બાદ દાણચોરી કરતા હોવાની વાત તેમણે સ્વીકારી પણ હતી. ઇકબાલે તેના ગુદામાં 4 કેપ્સ્યુલ અને સુગરામાં 2 કેપ્સ્યુલ છુપાવી હતી. જે ઝડપાયુ છે તેનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ છે. જેની બજાર કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. બંનેએ જાતે જ તેમના શરીરમાંથી કેપ્સ્યુલ કાઢીને તેમને સોંપી દીધી હતી. હાલ તો તે જપ્ત કરવામાં આવ્યું છે.

Shah Jina