શું તમે પણ ઈંડા ખાવાના શોખીન છો ? તો આ ખબર જરૂર વાંચી લો, નવી શોધ પ્રમાણે આ રહસ્ય આવી રહ્યું છે સામે

ઈંડા ખાતા પહેલા આ વાંચી લેજો બાકી જીવનભર અફસોસ રહેશે

આપણા દેશની અંદર ઘણા લોકો એવા છે જે ભલે નોનવેજ ના ખાતા હોય પરંતુ ઈંડા ખાવાના શોખીન હોય છે. ઘણા લોકો તો ઈંડાને શાકાહારી પણ માનતા હોય છે ત્યારે હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી થઇ શકી કે ઈંડા સ્વાસ્થ્ય માટે લાભકારક છે કે નુકશાન કારક. ઘણા લોકો અને રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે ઈંડા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ હાલમાં થેયલી એક શોધ પ્રમાણે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે.

હાલમાં થયેલી એક શોધ પ્રમાણે PLOS Medicine નામના જર્નલમાં પ્રકાશિત થયેલી સ્ટડીમાં એ વાત સામે આવી છે કે જો કોઈ વ્યક્તિ રોજ આખા જ ઈંડાનું સેવન કરે છે જેમાં કોલેસ્ટ્રોલથી ભરપૂર યોક એટલે કે ઈંડાની જર્દી જે પીળા ભાગમાં હોય છે. તો તે વ્યક્તિના અન્ય ઘણા કારણો ના લીધે મોતની શક્યતાનો ખતરો વધી જાય છે. આ કારણોમાં કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ પણ સામેલ છે.

ઈંડા ખાવાને લઈને આમ તો ઘણા જ સંશોધનો થયેલા છે. થોડા સમય પહેલા ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશન અને બ્રિટિશ મેડિકલ જર્નલમાં 2 અભ્યાસ પ્રકાશિત થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે રોજ 1 ઈંડુ ખાવાના કારણે કાર્ડિયોવસ્કુલર ડીઝીઝ એટલે કે હૃદયથી સંબધિત બીમારીઓનો ખતરો નથી વધતો.

પરંતુ હાલમાં થયેલા આ નવા સંશોધનની અંદર 5 લાખ કરતા પણ વધારે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેમાં એ વાત સામે આવી કે રોજ અડધું ઈંડુ ખાવાના કારણે મોતનો ખતરો 7 ટકા જેટલી વધી શકે છે.

આ સંશોધનના પરિણામ જણાવે છે કે સંશોધનમાં સામેલ જે પ્રતિભાગિયોએ ફક્ત ઈંડાના સફેદ ભાગને જ ખાધો હતો તે લોકોમાં કેન્સર, સ્ટ્રોક અને હૃદય રોગ જેવી બીમારીઓથી મોતનો ખતરો ઓછો હતો.

Niraj Patel