‘જો તુમ્હારી પઢાઇ લિખાઇમેં દમ હો તો…આવો’ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને એક યુવતિએ કરી ચેલેન્જ, પછી જુઓ શું થયુ- જુઓ વીડિયો

‘હું કોઇ બચ્ચા ગુરુ નથી, હમને કચ્ચી ગોલીયા નહિ ખોલી હૈ…’ ભણેલી ગણેલી યુવતિએ બાબા બાગેશ્વરને ચેલેન્જ કરી પછી થયુ એવું કે…જુઓ વીડિયો

Girl Challenged Bageshwar Baba : હાલ તો ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં એક જ ચર્ચા થઇ રહી છે અને એ છે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની. અમદાવાદ, સુરત અને રાજકોટ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર વડોદરામાં પણ યોજાયો અને આ દરમિયાન એક ભણેલી ગણેલી યુવતીએ બાગેશ્વર બાબાને એવી ચેલેન્જ આપી કે બાબાએ એ ચેલેન્જ સ્વીકારીને બાલાજીની શક્તિના દર્શન કરાવ્યા.

બધા જાણે છે કે બાગેશ્વર બાબા બાલાજી મહારાજની આજ્ઞાથી અનેક ભાવિ ભક્તોના દુઃખ દૂર કરે છે અને બાલાજીની ઈચ્છાથી જ ભક્તોના પરચા નીકળે છે અને એજ વ્યક્તિ બાબાજી પાસે જઇ શકે છે. હાલમાં જ બાગેશ્વર બાબાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક ભણેલી છોકરી ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપતી અને બાબા આ ચેલેન્જને પુરી કરતા જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, આ યુવતી બાબા પાસે જાય છે અને તેમને કહે છે કે મને તો લાગ્યું હતું કે આ બધું પ્લાન કરેલું એટલે કે સેટિંગ હશે. તમે મને અહીંયા બોલાવી, મારી પાસે કોઈ શબ્દો નથી. જે બાદ બાગેશ્વર બાબા કહે છે કે આવા લોકો પણ ગુજરાતમાં જોવા મળે છે એમ ને. યુવતીએ કહ્યું કે તમે કહેતા હતા ને કે અંધવિશ્વાસ ન કરવો જોઈએ. યુવતી કહે છે કે અહીંયા બે ત્રણ દિવ્યાંગ બાળકો છે, જે બપોરના બેઠા છે.

આ સાંભળીને બાબાજીએ કહ્યું કે બાલાજીની કૃપા હશે તો એમની ઈચ્છા પૂરી થશે. બાબા યુવતિને કહે છે કે અહીં લાખો લોકો છે અને તું જે પણ કોઇ અહીં છે તેમાંથી કોઈપણને અહીં લઈ આવ, અહીંયાથી એજ વ્યક્તિના નામનો પરચો નીકળશે જે બાલાજીની ઈચ્છા હશે. હું ચેલેન્જ આપું છું કે તું એજ વ્યક્તિને અહીંયા લાવીશ બીજાને નહિ લાવી શકે. જો કે, બાબાએ ખરેખર આ યુવતિની ચેલેન્જ પુરી કરી બતાવી અને યુવતિ જેને લઇ આવી તેના નામનો પરચો પણ નીકળ્યો.

Shah Jina