ખુશખબરી : સીંગતેલના ભાવમાં એવો ઘટાડો આવ્યો કે અત્યારે જ ડબ્બો લેવા ભાગશો.. જુઓ નવા ભાવ

આવી ગયા ગૃહિણીઓના અચ્છે દિન, હડી કાઢશો એટલો તેલનો ભાવ ઘટી ગયો- જાણો ફટાફટ

edible oil prices dowen: હાલ મોંઘવારીએ માઝા મૂકી છે, દરેક ક્ષેત્રમાં કૂદકેને ભૂસકે મોંઘવારી વધી રહી છે, ખાણીપીણીની વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, ત્યારે આ દરમિયાન ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. પરંતુ હાલ એક એવી ખબર સામે આવી છે જેના કારણે ગૃહિણીઓ અને મધ્યમવર્ગના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય તેલોના ભાવમાં પણ તોતીંગો વધારો જોવા મળ્યો હતો. ત્યારે હાલ એક રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં ખાદ્યતેલોના ભાવમાં સારો એવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સીંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

સીંગતેલના ભાવમાં છેલ્લા 17 દિવસની અંદર જ 15 કિલોના ડબ્બે 130 રૂપિયા જેટલો માતબર ઘટાડો નોંધાયો છે. 8 એપ્રિલના રોજ સીંગતેલના ભાવ 2940થી સીધો જ 2990 સુધી પહોંચી ગયો હતો. પરંતુ હાલ સીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાતા ડબ્બાનો ભાવ 2810થી લઈને 2860 રૂપિયા પહોંચી ગયો છે. સીંગતેલની લેવાલી ઘટવાના કારણે હાલ સીંગતેલમાં આ ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે.

સીંગતેલની સાથે સાથે અન્ય તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. જેમાં કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં પણ 90 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. હાલ કપાસિયા તેલનો 15 કિલોનો ડબ્બો 1750 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે જ પામોલીન તેલના ભાવમાં પણ ડબ્બાએ 50 રૂપિયાનો ઘટાડાઓ થવાના કારણે 1505થી લઈને 1510 સુધી થયો છે.

Niraj Patel