મહિલાની ગાડીને સહેજ અડતા જ ગુસ્સે ભરાયેલી મહિલાએ 90 સેકેન્ડમાં રીક્ષા ડ્રાઈવરને માર્યા 17 થપ્પડ, જુઓ વીડિયો

આપણા દેશમાં મહિલાઓના અધિકારો વિશે હંમેશા વાતો કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર મહિલાઓ પોતાના અધિકારોનો દુરુપયોગ કરતી પણ જોવા મળે છે. તમને પેલી લખનઉની થપ્પડ ગર્લ તો યાદ જ હશે જેને ટેક્સી ડ્રાઈવરને કૂદી કૂદીને એક પછી એક થપ્પડ માર્યા હતા, એ કેસ પણ ખુબ જ ચર્ચામાં આવ્યો હતો, ત્યારે હવે વધુ એક એવો મામલો સામે આવ્યો છે જેમાં એક મહિલા ઈ રીક્ષા ડ્રાઈવરને લાફા મારતી જોવા મળી રહી છે.

રોક્ષ ચાલાકથી મહિલાની કારને સહેજ ટચ થઇ ગયું હતું જેના બાદ મહિલા ગુસ્સે ભરાઈ અને ડ્રાઈવરને ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધું. મહિલાએ પહેલા રિક્ષા ચાલકને રોક્યો અને પછી થપ્પડ મારવા લાગી. જ્યારે ઈ-રિક્ષા ચાલકે મહિલાને ફરિયાદ કરી કે તેની રિક્ષાને પણ નુકસાન થયું છે, ત્યારે મહિલાએ તેનો શર્ટ પકડી લીધો અને તેને ખેંચીને મારવા લાગ્યો. આ મહિલાએ ઈ-રિક્ષા ચાલક પર 90 સેકન્ડમાં 17 થપ્પડ મારી હતી.

જ્યારે મહિલા ઈ-રિક્ષા ચાલકને માર મારી રહી હતી ત્યારે ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. જે બાદ હવે ફેઝ 2 પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે ફેઝ 2 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુજીત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ બાબત પોલીસના ધ્યાન પર આવતા જ ઈ-રિક્ષા ચાલકની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. મારપીટ, દુર્વ્યવહારના મામલામાં આ મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી, આ મહિલા નોઈડાની રહેવાસી છે.

આ આખો મામલો ઇ-રિક્ષા ચાલક અને મહિલાની કારને અડકવાથી શરૂ થયો, આ બાબતે મહિલા ગુસ્સે થઇ અને રિક્ષા ચાલકને ખરાબ રીતે મારવાનું શરૂ કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, વીડિયોમાં જોવા મળે છે કે મહિલાએ 90 સેકન્ડમાં 17 વાર રિક્ષાચાલકને થપ્પડ મારી હતી.

જો કે આ મારપીટ ચાલી રહી હતી ત્યારે ઘણા લોકો ત્યાં હાજર હતા, તેમ છતાં કોઈએ મહિલાને રોકી ન હતી કે ડ્રાઈવરને માર મારતા બચાવ્યો હતો. મહિલાએ પહેલા ડ્રાઈવરને ખરાબ રીતે માર્યો અને મોબાઈલ પણ છીનવી લીધો, ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો બનાવ્યો અને કોઈએ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો જે પછી તે વાયરલ થઈ ગયો અને પછી આ કેસમાં મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.

Niraj Patel