Video: રાત્રે જમતા હતા અને અચાનક વાગ્યુ સાયરન….જાણો યુક્રેનમાં ફસાયેલી દેવભૂમિ દ્વારકાના ભાણવડની વિદ્યાર્થીનીએ શું કહ્યુ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી ખળભળાટ મચી ગયો છે. રશિયાની સેના થોડા જ સમયમાં કિવ પર કબજો કરી શકે છે. છેલ્લા ત્રણ દિવસમાં રશિયન સેનાએ યુક્રેન પર ચાર બાજુથી હુમલો કર્યો છે અને તેની સેનાને પીછેહઠ કરવાની ફરજ પડી છે. જો કે, રાજધાની કિવ અત્યાર સુધી રશિયન સેનાના કબજાથી દૂર રહી હતી. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પોતે ચિંતા વ્યક્ત કરી છે કે કિવ પર રશિયન દળો દ્વારા કબજો લેવાનું જોખમ છે. આજની રાત અમારા માટે સૌથી મુશ્કેલ હશે, પરંતુ આપણે ઊભા રહેવું પડશે.

આ બધા વચ્ચે ઘણા ભારતીય વિદ્યાર્થીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે અને તેઓ પોતાની વ્યથા જણાવી રહ્યા છે અને ભારત સરકારને મદદની અપીલ પણ કરી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીનીનો વીડિયો સામે આવ્યો છે, જે ત્યાંની પરિસ્થિત જણાવી રહી છે. આ વિદ્યાર્થીનીનું નામ કેલ્શી ડઢાણીયા છે. તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની વતની છે અને હાલ તે યુક્રેનમાં ટર્નોપીલો નેશનલ મેડીકલ યુનિર્વસિટીમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કેલ્શીએ એક વીડિયો દ્વારા ત્યાંની પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે.

કેલ્શી વીડિયોમાં કહી રહી છે કે ‘અહીં જે પરિસ્થિતિ છે, તે અમારા માટે ગંભીર છે, અમે ઘણા દિવસથી અમારા ડીન-રેકટરને મેઇલ દ્વારા રીકવેસ્ટ કરી ઓનલાઇન કલાસ માટે કહી રહ્યા હતા તો તેઓએ અમને ચોખ્ખી ના પાડી દીધી હતી. છેલ્લે તેમણે એવું કહ્યું હતુ કે,જો તમારે ઘરે જવુ હોય તો ફ્રિ રીવર પરમીશન આપી દેશે, પણ ઓનલાઇન નહી કરે. અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઇનના ડિસિઝનની વેઇટ કરતા હતા અને નિર્ણય આવે તો ઘરે જવાનું હતુ પરંતુ હવે તેઓ ફસાયેલા છીએ. તે બધાની ફલાઈટ પણ હતી પરંતુ યુદ્ધના લીધે ફલાઇટ કેન્સલ થઇ અને તે લોકો ત્યાં ફસાઇ ગયા થતા, તે લોકો હાલ ઘરે જ છે.

તેઓ જયારે જમતા હતા ત્યારે જ સીટીમાં સાયરન વાગ્યુ હતુ અને તેમને પહેલાથી કીધુ હતુ કે જયારે આવું સાયરન વાગે ત્યારે તેમને બિલ્ડીંગ નીચે જે બંકર હોય ત્યાં ફુડ, વોટર અને વોર્મ કલોથ લઇને જતુ રહેવાનું, એટલે તે લોકો ત્યાં દોડી ગયા હતા અને બંકરમાં જતા રહ્યા હતાં, તે લોકો સાથે ત્યાં યુક્રેઇન લોકો પણ હતા. કેલ્શીએ આગળ જણાવ્યુ કે તે લોકો ત્યાં ડરીને બેઠા હતા. તેમને એવુ હતુ કે,એરસ્ટ્રાઇક થાય છે પણ થોડીવાર પછી સ્થિતિ નોર્મલ થતા તેઓ બધા ઉપર ઘરે આવી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આખી રાત તેઓએ એ ડરમાં કાઢી કે એરસ્ટ્રાઇક થશે, રાત્રે બધા જાગ્યા, તેઓ ઇચ્છે કે ઇવેકયુશન જલ્દી થાય. ઇન્ડિયન ગર્વમેન્ટ પ્રયત્ન કરી રહી છે તેવા તેમને સમાચાર પણ મળ્યા છે, તેમને એવી ખબર મળી રહી છે કે તેમને જલ્દીથી નજીકની બોર્ડર પર શિફટ કરાશે અને ત્યાંથી ઇવેકયુએટ કરવામાં આવશે. અમે રાહ જોઇ રહ્યા છે.  યુક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિને લઈ જામનગર જિલ્લાના 7 વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોવાની જામનગર જિલ્લા કંટ્રોલ રૂમને માહિતી મળી છે.જે

Shah Jina