સુરત : બેફામ ગતિએ ચલાવતા ડમ્પર ચાલકે મોપેડ સવાર બે યુવકોને કચડી નાખ્યા, જુઓ વિચલિત તસવીરો

સુરતમાં ડમ્પરથી દૂર જ રહેજો, માસુમ 2 જુવાન યુવકોને કચડી નાખ્યા….પોલીસને લીધે મૃતદેહો કલાકો રઝળ્યાં…જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના અનેક કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર અકસ્માતને કારણે અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ સુરતમાંથી એક અકસ્માતની ખબર સામે આવી રહી છે, જેમાં એક બેફામ ડમ્પર ચાલકે મોપેડ સવાર બે યુવકોને કચડી નાખ્યા, જેમાં તેમનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જો કે, જ્યાં સુધી પોલિસ ન આવી ત્યાં સુધી બંને મૃતકોના શવ ત્યાં કલાકો પડી રહ્યા હતા. આ અકસ્માત દેવધ ગામ પાસે સર્જાયો હતો. બે યુવકોના મોતથી અરેરાટી વ્યાપી ગઇ હતી.

બંને યુવકોના પરિવારમાં તો જાણે કે આભ તૂટી પડ્યુ હતુ.વિગતવાર ઘટના જોઇએ તો, સુરતના દેવધ ગામ પાસે મીલથી મોપેડ પર સવાલ બે યુવકો શિવા ચાંડક અને અનિરૂદ્ધ શર્મા ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમને બેફાન ડમ્પર ચલાવી રહેલા ચાલકે કચડી નાખ્યા હતા. બંને મૃતકો પલસાણા ખાતે આવેલી નિટ્સ મિલમાં માર્કેટિંગનું કામ કરતા હતા અને તેઓ કામ બાદ સોમવારના રોજ સાંજે ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો અને તેમના મોત નિપજ્યા હતા.

જ્યારે બંને મૃતક દેવધ ગામ ખાતે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે રેત ભરેલુ ડમ્પર તેજ ગતિએ આવ્યુ અને મોપેડને અડફેટે લઇ બંનેને કચડી નાખ્યા. બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. ડમ્પર ચાલક ઢસડી દૂર સુધી લઇ ગયો હતો અને મોપેડ પણ ડમ્પર અંદર ફસાઇ ગયુ હતુ. અકસ્માત જેણે સર્જયો તે ડમ્પરનો નંબર GJ19Y 4936 છે. જ્યારે અકસ્માતનો ભોગ બનેલા મોપેડનો નંબર GJ05SR 6129 છે.

આ અકસ્માત બાદ લોકોએ પોલિસને જાણ કરી હતી. પોલિસ સ્ટેશન હદને લઇને વિવાદ થયો હતો અને અંતે ગોડાદરા પોલિસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બંને મૃતકોના શવ ત્યાંને ત્યાં કલાકો પડ્યા રહેયા હતા અને પોલિસ કાર્યવાહીમાં લગભગ ત્રણેક કલાક જેટલો સમય પણ લાગ્યો હતો.

Shah Jina