ગુટકા ખાઇને આ કામ કરવું પડી ગયુ ભારે ! સપનામાં વિચારી ન હોય એવી મોત મળી – રૂંવાટી ઉભી ન થાય તો કહેજો

માવા ગુટખા ખાવા વાળા સાવધાન : આ યુવક ગુટખા ખાઈને આ કામ કરવા ગયો અને તડપી તડપીને થયું મૃત્યુ, હાજા ગગડી જાય એવો કિસ્સો

ઘણીવાર આપણે નશામાં એવી કોઇ વસ્તુ કરી દેતા હોય છે, જેને કારણે આપણે જીવ ગુમાવવો પડતો હોય છે. હાલ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકને ગુટખા ખાઇ થૂંકવું મોંઘુ પડી ગયું, આટલી નાની વાતને કારણે તેને જીવ ગુમાવવો પડ્યો. યુવક વોલ પરની ગ્રીલ ઉપરથી ગુટખા થૂંકતો હતો ત્યારે પગ લપસવાને કારણે તેનું ગળું બે ગ્રીલ વચ્ચે ફસાઈ ગયું હતું.આ દરમિયાન યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે યુવક તેના મિત્રો સાથે પાર્ટી કરીને આવ્યો હતો અને નશાની હાલતમાં હતો.

આ કિસ્સો મધ્યપ્રદેશના બેતુલનો છે. બેતુલના ગોથાણા વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક MR ઘરની સામે બાઇક પાર્ક કરીને થૂંકવા આવ્યો હતો અને નશાની હાલતમાં લોખંડની ગ્રીલ પર પડ્યો હતો. ગ્રીલની વચ્ચે ગળુ ફસાઈ જવાથી અને ગળામાં ઈજા થવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.પોલીસના જણાવ્યા અનુસાર, એમ.આર. દારૂના નશામાં હતો. પોલીસે શનિવારે પીએમ કરાવ્યા બાદ મૃતદેહ સ્વજનોને સોંપ્યો હતો.

કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોથાણામાં રહેતા યોગેશ ડોંગરે અલ્કેમ કંપનીમાં એમઆર હતો. તે તેના મિત્રો સાથે રાત્રે પાર્ટી માટે ગયો હતો. રાત્રે 12 વાગ્યાના સુમારે તે પોતાની બાઇક પર એકલો ઘરે પરત આવ્યો ત્યારે તેણે ઘરની સામે બાઇક પાર્ક કરી અને થૂંકવા ગયો. નશાના કારણે તે અસંતુલિત થઈ ગયો અને દિવાલ પર લાગેલ લોખંડની ગ્રીલ પર ફસાઈ ગયો. લોખંડની ગ્રીલ પર પડવાથી ગળામાં આંતરીક ઈજા થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. લાંબા સમય સુધી ઘરે પરત ન આવવાને કારણે પત્નીએ તેના મોબાઈલ પર કોલ કર્યો અને ઘરની સામે મોબાઈલની રિંગ વાગવા લાગી.

આ પછી પરિજન ઘરની બહાર આવ્યા અને જોયું તો યોગેશનું ગળું લોખંડની ગ્રીલમાં ફસાઈ ગયું હતું. આ પછી પરિવાર તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. એસડીઓપીનું કહેવું છે કે એમઆર યોગેશ તેના મિત્રો સાથે પાર્ટી કરીને આવ્યો હતો. જ્યારે તે ઘરમાં ગુટખા થૂંકવા ગયો ત્યારે પગ લપસવાને કારણે તેનું ગળું ગ્રીલમાં ફસાઈ ગયું હતું અને શ્વાસ રૂંધાવાથી તેનું મોત થયું હતું. પોલીસ આ કેસમાં તમામ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે.

Shah Jina