કેદમાં છે દુબઈની રાજકુમારી, ટોયલેટમાંથી વીડિયો શેર કરીને વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, જાણો સમગ્ર મામલો

દુબઈના રાજાની આ સુંદર દીકરી જીવે છે નર્કની જીંદગી! ટોઈલેટનો વીડિયો સામે આવતા જ

દુબઇના શક્તિશાળી શાસકની દીકરી જે 2018માં દેશ છોડીને ભાગવાના પ્રયત્નમાં એક બોટમાંથી પકડાઈ ગઈ હતી તેને મંગળવારે રજૂ કરેલા એક વીડિયો દ્વારા તે ફરીવાર નજરમાં આવી ગઈ છે. વીડિયોની અંદર રાજકુમારી જણાવી રહી છે કે તે આ પરિસ્થિતિમાં કેવી રીતે જીવતી રહી શકશે ?

એકક આંતરરાષ્ટ્રીય સમાચાર વેબસાઈટ દ્વારા રજૂ કરવામાં આવેલા આ વીડિયોની અંદર શેખ લતિફા બિંત મોહમ્મદ અલ મખ્તુમ એક “જેલ વીલા”માં નજર આવીરહી છે. જે સંભવતઃ સંયુક્ત અમીરાત શહેરની છે. યુએઈના વંશાનુગત શાસનમાં તેના પિતા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમ પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર સ્થિત છે.

શેખ વીડિયોમાં જણાવી રહી છે કે “હું બંધકમાં છું. આ વિલાને જેલમાં બદલી દેવામાં આવી છે.” તેને કહયું “હું તાજી હવા માટે બહાર પણ નથી જઈ શકતી.”

એસોસિયેટ પ્રેસ તરફથી માંગવામાં આવેલી પ્રતિક્રિયા ઉપર સરકારે દુબઇ મીડિયા કાર્યાલય તરફથી તાત્કાલિક કોઈ જવાબ માંગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે શેખ 2018માં એક મિત્ર અને એક પૂર્વ ફ્રાન્સિસ જાસુસની મદદથી બોટ દ્વારા ભાગી હતી. જો કે તેને ભારતના તટની પાસે જ ફરીથી પકડી લેવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય સમાચાર વેબસાઈટના જણાવ્યા અનુસાર શેખ લતીફા વિલાના એક શૌચાલયમાં આ વીડિયોને ફોન ઉપર રેકોર્ડ કર્યો છે જે તેના પકડાઈ જવાના એક વર્ષ બાદ રહસ્યમય રીતે પ્રાપ્ત થયો છે.

વીડિયોની અંદર લતીફા જણાવી રહી છે કે “હું નથી જાણતી કે મને ક્યારે છોડવામાં આવશે અને જયારે મને છોડવામાં આવશે ત્યારે સ્થિતિ શું હશે ? દરેક દિવસે હું મારી સુરક્ષા અને પોતાની જિંદગીને લઈને ચિંતિત છું.”

Niraj Patel