અરે બાપ રે…!! જુઓ આ જગ્યાએ કેવો આપવો પડે છે ડ્રાઈવિંગ ટેસ્ટ, જોઈને જ તમારા હાલ બેહાલ થઇ જશે, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

આવો ડ્રાઈવિંગ ટેસ્ટ જોઈને તો તમારો પણ છૂટી જશે પરસેવો, જુઓ લાયસન્સ મેળવવા માટે કેવી પકરવી પડે છે મથામણ, વાયરલ થયો વીડિયો

ડ્રાઈવિંગને લઈને પણ દરેક દેશમાં તેના નિયમો હોય છે, દરેક દેશમાં ડ્રાઈવિંગ કરવા માટે જેતે દેશનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું ખુબ જ જરૂરી હોય છે. ત્યારે ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે પરીક્ષા પણ આપવી પડે છે અને ડ્રાઈવિંગ ટેસ્ટ પણ આપવો પડતો હોય છે, જે કેટલો મુશ્કેલ હોય છે આપણે બધા જ જાણીએ છીએ. ત્યારે હાલ એવો જ એક ડ્રાઈવિંગ ટેસ્ટનો વીડિયો સૌના હોશ ઉડાવી રહ્યો છે.

ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલો આ વીડિયો ચાઈનાનો છે. જ્યાં આપવામાં આવતો ડ્રાઈવિંગ ટેસ્ટ કેટલો મુશ્કેલ છે તે આપણે આ વીડિયોમાં જોઈ શકીએ છીએ. આ વીડિયોને જોઈને લોકોનો પરસેવો પણ છૂટી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને તાંસુ યેંગેન નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો શેર કરવાની સાથે જ તેને કેપશનમાં લખ્યું છે, “ડ્રાઈવર લાયસન્સ એક્ઝામ સેન્ટર ઈન ચાઈના” હેરાન કરી દેનારો આ વીડિયોને જોઈને કોઈનું પણ માથું ભમી શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રસ્તાને સફેદ રંગમાં રૂપરેખા આપવામાં આવી છે. વીડિયોની શરૂઆતમાં, તમે જોઈ શકો છો કે કાર કેવી રીતે ઝિગઝેગ ટ્રેક પર આગળ વધવાનું શરૂ કરે છે.

જેના બાદ ડ્રાઈવર કારને રિવર્સમાં લઈને પાર્કિંગમાં લઈ જાય છે. વીડિયોમાં સફેદ કાર પાર્કિંગ દેખાઈ રહી છે. જો કે, આ સમય દરમિયાન તે એક વખત પણ રૂપરેખાને સ્પર્શતી નથી. આ 48-સેકન્ડના વીડિયોમાં એક કરતા વધુ વિન્ડિંગ પાથ જોઈ શકાય છે. ખાસ વાત એ છે કે, જો વ્હીકલ એક વખત પણ સફેદ લાઇનને અડશે તો લાઇસન્સ મેળવી શકાશે નહીં. આ વીડિયોને અત્યાર સુધીમાં 11 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું.

Niraj Patel