RT-PCR ટેસ્ટને લઈને આવી મોટી ખુશ ખબરી: અમદાવાદીઓને હવે તડકામાં લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે, ગાડીમાં બેઠા બેઠા જ કરાવી શકશો કોરોના ટેસ્ટ, જાણો

કોરોનાનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા પણ તેને રોકવા માટે અને વધારે ટેસ્ટિંગ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે કોરોના ટેસ્ટ કરાવવા માટે તમારે તડકાની અંદર લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નહિ પડે, કારણ કે અમદાવાદમાં હવે ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર પરિક્ષણ માટેની નવીન પહેલ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરનાં જીએમડીસી મેદાન ખાતે આજે તારીખ 14 એપ્રિલથી સવારે 8 કલાકે શરુ કરવામાં આવેલ છે. તેમ જ ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર પરિક્ષણ અંગેની સમગ્ર વયવસ્થાનું સંચાલન સુપ્રાટેક દ્રારા કરવામાં આવશે.

AMC અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી સાથે મળીને લોકોના ટેસ્ટિંગ કરાશે. જેમાં લોકો પોતાના વાહનમાં બેસીને પણ RTPCR ટેસ્ટ કરાવી શકાશે. એટલુ જ નહિ, આ ટેસ્ટના રિપોર્ટ 24 થી 35 કલાકમાં મેઈલ કે વોટ્સઅપથી મળી શકશે.

આ સેવાનો લાભ લેવા માટે ડ્રાઈવ થ્રુની એન્ટ્રી વખતે લોકો તેમનાં મોબાઈલ ફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધણી કરી શકશે. એક વાર તમારી નોંધણી થઈ જાય એટલે તેનાં ટોકન જનરેટ થશે જે કલેક્શન સેન્ટર ખાતે બતાવાવનો રહેશે.

જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ ટેસ્ટીંગ માટે 5 કલેક્શન સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. જયાં લોકો પોતાના આરટીપીસીઆર ટેસ્ટના સેમ્પલ તેઓની કારમાં બેઠાં બેઠાં જ આરામથી  થોડી જ વારમાં આપી શકશે.

ગુજરાત સરકાર દ્રારા નિર્ધારિત કર્યા પ્રમાણે આ ટેસ્ટની કિંમત 800 રુપિયા રહેશે. આ ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટનો સેમ્પલ આપવા માટેનો સમય દરરોજ સવારે 8 વાગ્યથી રાતના 8 વાગ્યા સુધીનો રહેશે.

Niraj Patel