ખાવા પીવાનું છોડીને આ વ્યક્તિએ દિવસની 5 બિયર પીને ઘટાડી દીધું આટલા કિલો વજન, જોઈને તમને પણ માન્યામાં નહીં આવે

આજકાલ મોટાભાગના લોકો વજન ઘટાડવા માટેની રીતો અપનાવતા હોય છે, વજન ઘટાડવા માટે અલગ અલગ દવાઓ અને  કસરતનો સહારો પણ લે છે, છતાં પણ ઘણીવાર તે કારગર સાબિત નથી થતા, પરંતુ આ દરમિયાન એક વ્યક્તિ એવો છે જેને બિયર પી અને પોતાનું વજન ઘટાડ્યું છે.

આ વ્યક્તિ છે અમેરિકાનો. જેને ખાવા પીવાનું છોડી અને ફક્ત વ્રત રાખી દિવસની 5 બિયર પી અને 18 કિલો વજન ઘટાડ્યું છે. સિનસિનાટી શહેરમાં રેહવા વાળા આ ડેલ હોલનું કહેવું છે કે તે ફક્ત ચા, કોફી, બિયર અને પાણી જ પીતો હતો અને તેના દ્વારા જ તે આ વજન ઘટાડવામાં સફળ રહ્યો છે.

આ વ્યક્તિએ જણાવ્યું કે તે નાસ્તો કરવાનું વધારે પસંદ નથી કરતો અને તે દિવસમાં 2થી લઈને 5 બિયર પી જાય છે. તેને કહ્યું કે હું સૌથી પહેલી બિયર બપોરમાં પિવ છું. ત્યારબાદ તેને કહ્યું કે મને થોડી ભૂખ લાગે છે ત્યારે બીજી બિયર ઉઠાવી લઉં છું. જો કે તે હવે પોતાની આ સફળતાને ઉજવવા માટે પોતાની મનગમતી વસ્તુઓ ખાવાનો વિચાર કરી રહ્યો છે.

ડેલ વ્રતની તક્નીકમાં પણ ખુબ જ વિશ્વાસ રાખે છે. તે એક સમયના 18મી સતાબ્દીના બેવેરિયન સાધુઓની વ્રત તકનીકને ફોલો કરે છે. પરંતુ હવે તે ઇન્ટરમિન્ટેટ ફાસ્ટિંગનો ખુબ જ ઉપયોગ કરે છે. તે તકનીક પ્રમાણે કોઈપણ વ્યક્તિ 8 કલાકમાં પોતાનું બધું જ ખાવાનું ખતમ કર્યા બાદ બાકીના 16 કલાક કઈ નથી ખાતો.

તેને પોતાની હેલ્થ વિશે વાત કરતા કહ્યું કે મારુ કોલેસ્ટ્રોલ નીચે આવી ગયું છે, મારુ બ્લડ પ્રેશર ઓછું થયું છે, મારુ બ્લડ શુગર પણ ઓછું થયું છે. મારા શરીરના બધા જ ભાગોમાં સારું જોવા મળી રહ્યું છે. જોકે ડેલે રમ પણ કહ્યું છે કે તે કોઈને પણ આ પ્રકારની તકનીક ફોલો કરવાનું નહિ કહે.

ડેલ પોતાની આ વેંત લોસ યાત્રાના સહારે કોરોના કાળમાં ઝઝૂમી રહેલા બાર અને રેસ્ટોરન્ટ વર્કર્સ માટે પૈસા ભેગા કરવા માંગે છે. અત્યાર સુધી તે 12 હજાર ડોલર ભેગા કરી ચુક્યો છે અને અને તે આ પૈસાથી બાર અને રેસ્ટોરન્ટને આપવાનો પ્લાન કરી રહ્યો છે.

Niraj Patel