બોક્સ ઓફિસ પર ‘પૂજા’નો જલવો ! ‘ડ્રીમ ગર્લ-2’એ ઉડાવ્યા ‘ગદર-2’ના હોંશ- જાણો પહેલા દિવસની આયુષ્માનની ફિલ્મનું કલેક્શન

‘ડ્રીમ ગર્લ 2’ની સોલિડ શરૂઆતથી ‘ગદર-2’ની કમાણીમાં પડશે ફરક ? આયુષ્માનની ફિલ્મે પહેલા દિવસે કર્યુ આટલુ કલેક્શન

Dream Girl 2 Collection 1st day : ‘ગદર 2’ એ થિયેટરોમાં ધમાલ મચાવતા બે અઠવાડિયા પૂરા કર્યા છે. શુક્રવારથી બોક્સ ઓફિસ પર સની દેઓલની ફિલ્મનું ત્રીજું સપ્તાહ શરૂ થઈ ગયું છે. બે અદ્ભુત અઠવાડિયા પછી ‘ગદર 2’ની કમાણી ત્રીજા સપ્તાહમાં પણ મજબૂત રહેવાની ધારણા હતી. જો કે, શુક્રવારે નવી ફિલ્મ રીલીઝ થયા બાદ તેની કમાણીમાં ઘટાડો થઇ રહી હોય તેવું લાગે છે. આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ 2’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

ડ્રીમ ગર્લ-2 પડશે ગદર-2 પર ભારે ?
એડવાન્સ બુકિંગમાં ધીમી શરૂઆત બાદ આયુષ્માનની ફિલ્મે રિલીઝના બે દિવસ પહેલા ઝડપ પકડી હતી. શુક્રવારે ફિલ્મ સારી કમાણી કરશે તેવી આશા હતી અને આયુષ્માનની ફિલ્મ આ અપેક્ષા પર ખરી ઉતરી રહી હોય તેવું લાગે છે. પહેલા દિવસે ‘ડ્રીમ ગર્લ 2’ની મજબૂત ઓપનિંગની અસર ‘ગદર 2’ની કમાણી પર પડી હોય તેવું લાગી રહ્યું છે. 2019માં આવેલી ‘ડ્રીમ ગર્લ’ આયુષ્માનના કરિયરની સૌથી મોટી ફિલ્મ છે.

આયુષ્માને પૂજા બની બોક્સઓફિસ પર વિખેર્યો જલવો
આ ફિલ્મમાં તેનું કામ પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તેની અસર સિક્વલ પર પણ જોવા મળી રહી છે. ‘ડ્રીમ ગર્લ 2’થી તે 8 કરોડની રેન્જમાં ખુલવાનો અંદાજ હતો. પરંતુ ફિલ્મને સાંજના શોમાં સારા દર્શકો મળ્યા અને તેનું કલેક્શન મજબૂત બન્યું. અત્યાર સુધી, 2019માં ‘બાલા’ આયુષ્માનની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ હતી. તેણે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 10.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

પહેલા દિવસે કરી જોરદાર કમાણી
તે પછી ‘ડ્રીમ ગર્લ’ (2019) આવી જેણે 10.05 કરોડની ઓપનિંગ મેળવી. લોકડાઉન પહેલા આવેલી આયુષ્માનની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’એ પહેલા દિવસે 9.55 કરોડની કમાણી કરી હતી. હવે ‘ડ્રીમ ગર્લ 2’ 10.69 કરોડ સાથે આયુષ્માનની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ બની ગઇ છે. અહેવાલો અનુસાર, ‘ડ્રીમ ગર્લ 2’ લગભગ 2200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે અને આ ફિલ્મના આગમન સાથે થિયેટરોમાં ‘ગદર 2’ની સ્ક્રીન થોડી ઘટી છે.

ડ્રીમ ગર્લના પહેલા પાર્ટે કર્યો હતો 200 કરોડનો બિઝનેસ
આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર ‘ડ્રીમ ગર્લ 2’ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરવામાં સફળ રહી. ફિલ્મે તેની રિલીઝ ડેટ પર 10 કરોડ 69 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જણાવી દઇએ કે, ‘ડ્રીમ ગર્લ’ માત્ર 28 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને તેણે 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. જ્યારે ડ્રીમ ગર્લ પાર્ટ 2ની વાત કરીએ તો તે 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે અને તેનું બજેટ માત્ર 35 કરોડ રૂપિયા છે. એવું કહેવાઇ રહ્યુ છે ફિલ્મ 2થી3 જ દિવસમાં તેના બજેટ જેટલી કમાણી કરશે.

Shah Jina