ટીવીની મધુબાલાના ઘરે લગ્નના 9 વર્ષ પછી ગુંજી કિલકારી, પ્રેગ્નેંસીના 10માં મહિનામાં બની મમ્મી

લગ્નના 9 વર્ષ બાદ માતા બની ટીવીની આ પોપ્યુલર એક્ટ્રેસ, ખૂબસુરત પોસ્ટ સાથે શેર કરી ખુશી

યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરૂલા બાદ ટીવીની વધુ એક હસીનાના ઘરે કિલકારી ગુંજી છે. ટીવીની મધુબાલા એટલે કે એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી માતા બની ગઇ છે. તેણે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ ગુડન્યુઝ શેર કરી. પ્રેગ્નેંસીના 10માં મહિનામાં તેણે એક દીકરીને જન્મ આપ્યો છે. લગ્નના 9 વર્ષ બાદ દ્રષ્ટિને માતા બનવાનું સુખ મળ્યુ છે.

દીકરી આવવાની ખુશીનો ઇઝહાર દ્રષ્ટિ અને તેના પતિ નિરજે સોશિયલ મીડિયા પર કર્યો, જેના પર ચાહકો અને સેલેબ્સ તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.દ્રષ્ટિ ધામીએ આ સોમવારે જ કહ્યું હતું કે 41 અઠવાડિયા પછી પણ તેની ડિલિવરી થઈ નથી. જો કે તેના બીજા જ દિવસે તેણે ફરીથી એક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે તે 10 મહિનાથી પુત્રીના જન્મની રાહ જોઈ રહી હતી જે હવે સમાપ્ત થઈ ગઇ છે.

તેણે પોતાની દીકરીના જન્મની ગુડન્યુઝ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી. 22 ઓક્ટોબરના રોજ દ્રષ્ટિએ એક દીકરીને જન્મ આપ્યો. દીકરીના જન્મની પોસ્ટ સાથે અભિનેત્રીએ સરસ કેપ્શન પણ લખ્યુ- ‘સ્વર્ગથી સીધા અમારા દિલમાં એક નવું જીવન, એક બિલકુલ નવી શરૂઆત. 22.10.24 તે અહીં છે ! ઉત્સાહિત માતા-પિતા દ્રષ્ટિ અને નીરજ.’

માતા-પિતા બન્યા બાદ દૃષ્ટિ અને તેના પતિ નીરજ ખેમકા ખૂબ જ ખુશ છે. જણાવી દઇએ કે, નીરજ અને દ્રષ્ટિએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, દ્રષ્ટિ ધામી છેલ્લી વાર સીરિઝ દુરંગામાં જોવા મળી હતી, જેમાં ગુલશન દેવૈયા પણ જોવા મળ્યા હતા. આ પહેલા તે મધુબાલા, સિલસિલા બદલતે રિશ્તો કા, ગીત હુઈ સબસે પરાઈ, એક થા રાજા એક થી રાની, પરદેશ મેં હૈ મેરા દિલ જેવી સીરિયલનો ભાગ રહી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti)

Shah Jina