ગુજરાતના આ નામચીન ગાયનેક ડોક્ટર મિતાલી વસાવડાએ પહેર્યો આમ આદમીનો ખેસ, જાણો તેની પાછળનું કારણ

છેલ્લા થોડા સમયથી ગુજરાતના રાજકારણમાં મોટી હલચલો જોવા મળી રહી છે. વિજય રૂપાણીએ ગુજરાતના સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ, મંત્રી મંડળમાં પણ મોટો ફેરફાર  થઇ ગયો, ત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને લડત આપવા માટે આમ આદમી પાર્ટી પણ પોતાની કમર કસી રહી છે. (તમામ તસવીરો/સોશિયલ મીડિયા)

આ બધા વચ્ચે જ હવે ખબર આવી રહી છે કે નામચીન ગાયનેક ડોક્ટર મિતાલી વસાવડા અને તેમના પિતા અમિતભાઇ વસાવડાએ પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. તેમને પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રદેશ સહપ્રભારી શિવકુમાર ઉપાધ્યાયની હાજરીમાં વિધિવત રીતે નવા કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો અને તેમનો પાર્ટીમાં સત્તાવાર રીતે સમાવેશ કરાવવામાં આવ્યો હતો.

ડોક્ટર મિતાલી વસાવડા ખુબ જ જાણીતું નામ છે, કોરોના સમયમાં તેમને લોકો વચ્ચે ખુબ જ જાગૃતિ ફેલાવી હતી અને તેઓ અવાર નવાર પણ ટીવી ઉપર છવાયેલા રહેતા હતા, જેના કારણે લોકો વચ્ચે પણ તેમને મોટી નામના મેળવી હતી. ત્યારે હાલ આમ આદમી પાર્ટીમાં તેમના જોડાણના કારણે પણ તેઓ ચર્ચામાં આવ્યા છે.

ડોક્ટર મિતાલી વસાવડાના પિતા અમિતભાઇ વસાવડા સ્પીપા તથા એ.એમ.એ., ઈ. ડી.આઈ. જેવી પ્રભાવશાળી સંસ્થા જોડાયેલા રહ્યા છે. ગુડ ગવર્નન્સ સ્પીકર, આઈ.એ.એસ. આઈ.પી.એસ. ટ્રેનર, સ્પીકર તથા લેખક અમિતભાઈ હાઈ ટેક એગ્રીકલ્ચર કન્સલ્ટન્ટ છે. તેમણે દેશ વિદેશમાં કન્સલ્ટન્ટ તરીકે તથા સરકારી ક્ષેત્રે સિનિયર કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

તો તેમની દીકરી ડોક્ટર મિતાલી વસાવડા એક કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપીક સર્જન તથા સમાજસેવી છે. તેમણે યુકેથી અનુસ્નાતકની ડિગ્રી લીધી છે. રવિવારે આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.  જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલીયા પ્રદેશ સહપ્રભારી શિવકુમાર ઉપાધ્યાયની હાજરીમાં ડોક્ટર મિતાલી અને તેમના પિતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ડોક્ટર મિતાલીએ અરવિંદ કેજરીવાલની શિક્ષા નીતિથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ડોક્ટર મિતાલીએ ગરીબ બાળકોને શિક્ષણ મળે તો દેશ વધુ મજબૂત બનશે તેમ પણ તેમને જણાવ્યું હતું.

Niraj Patel