આપઘાત કરીને જીવન ટૂંકાવી દેનારી મહિલા ડોક્ટરની દીકરીએ લખ્યો પોતાની મૃતક માતાને ભાવુક કરી દેનારો પત્ર, વાંચીને તમારી આંખો પણ છલકાઈ ઉઠશે

ડોક્ટર અર્ચનાની આત્મહત્યા પછી દીકરીએ લખ્યો ભાવુક લેટર, કહ્યું કે હું રડતી નથી, કેમ કે હું રડીશ તો બધા….

રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટની આનંદ હોસ્પિટલમાં સોમવારે પ્રસૂતિ દરમિયાન એક સગર્ભા મહિલાનું મૃત્યુ થયું હતું. આ પછી પરિવારજનો અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. જ્યારે તેણે હોસ્પિટલના ડૉક્ટર સુનિત ઉપાધ્યાય અને તેની પત્ની ડૉ. અર્ચના શર્મા સામે હત્યાની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો, ત્યારે સોમવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે ગ્રામજનોનો હંગામો શાંત થયો હતો.

જેના બાદ મંગળવારે સવારે ડૉ.અર્ચના શર્માએ ફાંસી લગાવીને પોતાનો જીવ આપ્યો. ડોક્ટરની આત્મહત્યાની માહિતી પોલીસને મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ડોક્ટર અર્ચનાનો મૃતદેહ તેના ઘરેથી કબ્જે કર્યો હતો.ત્યારે હવે ડો.અર્ચના શર્માની આત્મહત્યાને લઈને રાજ્યભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પીડિતાની મહિલા ડૉક્ટરે કથિત સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “મેં કોઈ ખોટું કર્યું નથી… મારું મૃત્યુ મારી નિર્દોષતા સાબિત કરી શકે છે. મહેરબાની કરીને નિર્દોષ ડોક્ટરોને હેરાન ન કરો.” સાથે જ આ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દૌસાના એસપીને હટાવવામાં આવ્યા છે, લાલસોટ પોલીસ સ્ટેશનના એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે સમગ્ર મામલાની તપાસ ડિવિઝનલ કમિશનરને સોંપવામાં આવી છે.

ડૉ.અર્ચના શર્મા આત્મહત્યા કેસના મૃત્યુ પછી હવે તેમની પુત્રીનો એક લાગણીશીલ પત્ર સામે આવ્યો છે. ચોથા ધોરણમાં અભ્યાસ કરતી શ્યામભવીએ તેની માતાની યાદમાં એક પત્ર લખ્યો છે. આ પત્ર વાંચીને બધા ભાવુક થઈ ગયા. પિતા પુનીતે દીકરીનો પત્ર વાંચતા જ તે પણ રડવા લાગ્યો. ડૉ. અર્ચનાની દીકરી છેલ્લા 3 દિવસથી જયપુરમાં તેના મામાના ઘરે છે અને જયપુરમાં જ તેણે પોતાની માતાની યાદમાં આ પત્ર લખ્યો છે.

ડો. અર્ચના શર્માની પુત્રી શ્યામભવીએ તેમના પત્રમાં લખ્યું છે કે “મમ્મી સૌથી શ્રેષ્ઠ છે. જો તમે વિશ્વની તમામ શ્રેષ્ઠ મહિલાઓની ગણતરી કરો છો, તો તેમનાતમાંથી પણ મમ્મી જેટલી સારી કોઈ નહીં હોય, કારણ કે મમ્મીને બેસ્ટ મમીનો એવોર્ડ મળ્યો છે. પણ જો હું રડીશ નહિ તો બધાને લાગશે કે હું તેમને યાદ નથી કરતી.પણ જો હું રડીશ તો બધા રડવા માંડશે. પણ મેં મમ્મી માટે એક સુંદર નામ રાખ્યું છે. અત્યાર સુધી એમ પણ હું પાંચ નામ રાખી ચુકી છું. આટલા વર્ષોમાં જેવા ગુચી અને બીજા પણ ઘણા (હમણાં રાખ્યું, બુબાઈ) સો બાય બાય !”

Niraj Patel