ભૂખ્યા સાસરીવાળાએ લઇ લીધો એક માસુમ દીકરીનો જીવ, લગ્ન બાદ પતિએ બરબાદ કરી નાખ્યું મેડિકલ સ્ટુડન્ટનુ જીવન

એક હસતી રમતી જિંદગી આ રીતે થઇ ગઈ ખતમ, આ કારણે વહુએ કરી આત્મહત્યા- કારણ જઈને લોહી ઉકળી જશે

આપણા દેશની અંદર દહેજ દામનું દુષણ ઘણા બધા સમાજની અંદર પ્રસરાયેલું છે, જેના કારણે ઘણી માસુમ દીકરીઓ તેનો ભોગ બનતી હોય છે, ઘણી દીકરીઓ દહેજના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવે છે, તો ઘણા પરિવારમાં દહેજના કારણે ઘણી દીકરીઓનો જીવ પણ લઇ લેવામાં આવે છે, આવી જ હૃદય હચમચાવી દેનારી ઘટના હાલ સામે આવી છે.

કેરળના કોલ્લમ જિલ્લાના સ્થામકોટ્ટામાં 24 વર્ષીય મહિલા પોતાના જ ઘરની અંદર મૃત મળી આવી હતી. મૃતકનું નામ વિસ્મયા હતું જે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરીની વિદ્યાર્થી હતી. તેનું હસતું રમતું જીવન તેના પતિએ બરબાદ કરી નાખ્યું.

વિસ્મયાના પરિવારનો આરોપ છે કે દહેજને લઈને તેનો પતિ તેને પ્રતાડિત કરી રહ્યો હતો. એક તરફ વિસ્મયાને ખોવાનું દુઃખ તેના માતા પિતાને ભારોભાર છે ત્યાં બીજી તરફ તેમના જમાઈ પ્રત્યે તેમને ખુબ જ ગુસ્સો પણ છે. તેમને ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે પોતાના ઘરની રોનકને જે ઘરમાં મોકલી રહ્યા છે એ ઘરમાં તેની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવશે.

વિસ્મયાના લગ્ન એક સરકારી કર્મચારી એસ કિરન કુમાર સાથે થયા હતા વિસ્મયાના પિતાએ પોતાની ક્ષમતા પ્રમાણે દહેજ પણ આપ્યું હતું જેમાં એક એકડ જમીન, 10 લાખની ગાડી અને ઘરેણા હતા. પરંતુ જમાઈ એસ કિરન કુમાર તેનાથી ખુશ નહોતો. એને લાગતું હતું કે તેની કિંમત આના કરતા ખુબ જ વધારે હતી અને તેને ખુબ જ ઓછું દહેજ મળ્યું.

બંનેના લગ્ન ગયા વર્ષે થયા હતા. થોડા દિવસ પહેલા વિસ્મયાએ પોતાના એક કઝીનને મેસેજ કરીને કહ્યું હતું કે તેની સાથે દહેજને લઈને મારઝૂડ કરવામાં આવી રહી છે. તેના પતિએ લગ્નમાં આપેલી કારને કારણે થયેલી માથાકૂટમાં વિસ્મયાને માર માર્યો હતો.

વિસ્મયા તેના લગ્નની અંદર ખુબ જ ખુશ નજર આવી રહી હતી. તો લગ્ન બાદ થયેલી મારઝૂડની પણ કેટલીક તસવીરો વિસ્મયાએ શેર કરી હતી. જેમાં તેના હાથ, પીઠ, ચહેરા અને ખભા ઉપર ઘણા વાગવાના નિશાન પણ જોવા મળ્યા હતા.

પોલીસ દ્વારા મર્ડરના આરોપમાં તેના પતિ ઉપર કેસ દાખલ કરી લીધો છે, સાથે જ વિસ્મયાના સાસરિયા વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો પણ આરોપ લગાવ્યો છે. કેરળ મહિલા આયોગ પણ આ મામલામાં આગળ આવ્યું છે.

વિસ્મયાની લાશ ફાંસીના ફંદે લટકતી જોવા મળી હતી. જેના બાદ પોલીસે અનેચરલ ડેથનો મામલો દાખલ કર્યો હતો. સાથે જ તેના પતિ કિરન રાવની ધરપકડ બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. વિસ્મયાના પરિવારની માંગણી છે કે તેના ઉપર હત્યાનો કેસ ચલાવવામાં આવે.

Niraj Patel