વર્ષે કરોડો રૂપિયા છાપી રહ્યો છે 15 વર્ષનું બાળક! પાર્કિંગમાં પાર્ક છે કરોડોની લક્ઝરી કાર, જુઓ શું કામ કરે છે કે આવી નસીબદાર લાઈફ થઇ ગઈ

તમે સપનામાં જોઈ ન હોય એવી એવી લક્ઝુરિયસ ગાડીઓનું કલેક્શન છે…વર્ષે કરોડો રૂપિયા છાપી રહ્યો છે 15 વર્ષનું બાળક!

કોઇના માટે પણ એક ગાડી ખરીદવી ઘણી મોટી વાત હોય છે. આપણે એક સારી ગાડી ખરીદવા માટે ઘણો સમય લગાવીએ છીએ અને ઘણા લોકો એવા પણ છે જે હજી પણ ગાડી માટે પૈસા ભેગા કરી રહ્યા છે. પરંતુ એક 15 વર્ષનો છોકરો એનો છે જે હાલ તેની ઉંમરને કારણે કાર ડ્રાઇવ કરી શકતો નથી પરંતુ તેના ઘરમાં એકથી એક લક્ઝરી કાર મળી જશે. આજે અમે તમને આ 15 વર્ષના છોકરાના કાર કલેક્શન વિશે જણાવવાના છીએ.

આ છોકરાનું નામ છે ડોનલૈડ ડાઉડર (Donlad Dougher). તમને જણાવી દઈએ કે ડોનલૈડ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે અને તેની ઉંમર 15 વર્ષ છે. તે એક કન્ટેન્ટ ક્રિએટર છે જે યુટ્યુબથી ઘણી કમાણી કરે છે. તે અમેરિકામાં ખૂબ પ્રખ્યાત છે અને તે પોતાને અમેરિકાનો સૌથી ધનિક છોકરો ગણાવે છે. વર્ષ 2019માં ડોલલૈડે તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. તે દર મહિને લગભગ 20 હજાર પાઉન્ડ (આશરે 19 કરોડ રૂપિયા) કમાય છે.

તેની કમાણી વિશે જાણી તમે વિચારતા હશો કે આખરે તે એવું તો યૂટયૂબ પર શું કરે છે કે આટલા બધા પૈસા કમાવી લે છે. તો જણાવી દઇએ કે, ડોનલૈડ યુટ્યુબ પર ઘણા રસપ્રદ વીડિયો પોસ્ટ કરતો રહે છે. હાલમાં, યુટ્યુબ પર તેના છ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. જો કે ડોનલૈડ હાલમાં 15 વર્ષનો છે અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી, પરંતુ તેની પાસે કાર કલેક્શન ઘણુ છે.

જેમાં ઘણી લક્ઝરી કારો સામેલ છે. ડોનલૈડ પાસે Bugatti Chiron 110 Years છે, જે સ્પેશિયલ એડિશન મોડલ છે. તેની કિંમત 3.3 મિલિયન પાઉન્ડ (લગભગ 32 કરોડ) છે. Bugatti Chirron 110 Years ઉપરાંત, તેની પાસે ફેરારી લાફેરારી પણ છે, જેની કિંમત 10 લાખ પાઉન્ડ (અંદાજે રૂ. 10 કરોડ) છે.

આ ઉપરાં તેની કાર કલેક્શનમાં બીજી ઘણી લક્ઝરી કાર સામેલ છે જેમાં 2.3 મિલિયન પાઉન્ડ (આશરે રૂ. 22 કરોડ)ની કિંમતની Pagani Huayra Roadster અને 2.6 મિલિયન પાઉન્ડ (લગભગ રૂ. 25 કરોડ)ની રોલ્સ-રોયસ કુલીનનનો સમાવેશ થાય છે.

Shah Jina