બાપ રે બાપ : ખાવાનું બનાવવાનું થયું વધુ મોંઘુ, ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ અધધધધ વધ્યા

સામાન્ય માણસ માટે ખાવાનું બનાવવું હવે વધુ મોંઘુ થઇ ગયું છે. કોમર્શિયલ LPG પછી હવે ડોમેસ્ટિક LPG સિલેન્ડરના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે. સામાન્ય જનતાને આજે મોંઘવારીનો આજે બીજો એક ઝટકો લાગ્યો છે. ઘરેલુ LPG સિલેન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થઇ ગયો છે. ઘરેલુ LPG સિલેન્ડરની વધેલી કિંમત આજથી જ આખા દેશમાં અમલમાં આવી ગઈ છે.

ઘરેલુ રસોઈ ગેસની કિંમત વધી તે પહેલા 22 માર્ચે 50 રૂપિયા પ્રતિ સિલેન્ડરનો વધારો કરવામાં આવ્યો છે જેના પછી દિલ્હીમાં 14.2 કિલોગ્રામના LPG સિલેન્ડરની કિંમત 949.50 રૂપિયા પહોંચી ગયો છે. આજે કિંમત વધ્યા પછી દિલ્હીમાં હવે ઘરેલુ LPG સિલેન્ડરની કિંમત 999.50 રૂપિયા થઇ ગઈ છે.

પેટ્રોલિયમ ઉદ્યોગના શરૂઆતના આંકડા પ્રમાણે એપ્રિલમાં LPGની ખપત માસિક આધાર પર 9.1થી ઘટીને 22 લાખ ટન રહ્યો તે એપ્રિલમાં 2021ની તુલનામાં 5.1 કરતા વધુ છે. માર્ચ પહેલા ઘરેલુ LPGનો ભાવ આગળના વર્ષના 6 ઓક્ટોમ્બરના રોજ બદલાવ થયો હતો.

1મેંના રોજ સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલેન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ LPG સિલેન્ડર 102.50 રૂપિયા મોંઘો થઇ ગયો છે. નવી કિંમત લાગુ થયા પછી દિલ્હીમાં 1મેંથી 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમત 2253 રૂપિયાથી વધીને 2355.50 રૂપિયા થઇ ગઈ છે.

ઘરેલુ ગેસ સિલેન્ડરની કિંમત વધવાની સાથે તેલ કમ્પનીઓએ પણ 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ વાળા સિલેન્ડરનો ભાવ વધારી દીધો છે. હવે 5 કિલોનો LPG સિલેન્ડર 349 રૂપિયામાં અને 10 કિલોગ્રામ સિલેન્ડરનો ભાવ 669 રૂપિયામાં મળશે.ખાદ્ય પર્દાર્થોની કિંમતોમાં વધારાનો સિલસિલો ચાલુ જ છે અને મોંઘવારીની માર સહન કરી રહેલી જનતા માટે અત્યારે ક્યાંકથી રાહતના સંકેત નથી મળી રહ્યા.

Patel Meet