ગીર સોમનાથના ગામમાં આવેલા જંગલના રાજા સાવજને કૂતરાઓએ ઉભી પુછડીએ ભગાડ્યો, કેમેરામાં કેદ થઇ ઘટના, જુઓ વીડિયો

ગામની અંદર ખુલ્લેઆમ ફરી રહ્યો હતો સિંહ, ત્યારે જ આવ્યા ગામના કુતરા અને એવો ભગાડ્યો કે લોકો બોલ્યા…”અપની ગલીમેં કુત્તા ભી શેર હોતા હે…”, જુઓ વીડિયો

ગુજરાતમાં ગીરની ધરતી સાવજની ધરતી તરીકે ઓળખવામાં આવે છે. જ્યાંના આસપાસના ઘણા ગામની અંદર સિંહ ખુલ્લેઆમ ફરતા પણ જોવા મળે છે. ઘણીવાર રસ્તા પર લટાર મારવા માટે નીકળેલા સાવજોનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. સાવજ ઘણીવાર ગામડામાં આવીને મારણ પણ કરતા હોય છે.

ત્યારે હાલ સાવજનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ગામમાં આવેલા સિંહને કેટલાક રખડતા શ્વાન ભાગડતાં જોવા મળી રહ્યા છે.ગીર સોમનાથના સાસણ બોર્ડર પાસેના એક ગામમાં મંગળવારે રાત્રે સિંહ શિકારની શોધમાં ગામમાં ઘુસ્યો હતો. આ દ્રશ્ય જોઈને ગ્રામજનો ડરી ગયા હતા.

ત્યારે ગામમાં સિંહ આવતા જ ગામના રખડતા શ્વાન સિંહની પાછળ પડી ગયા અને સિંહને ગામમાંથી બહાર તગેડી મુક્યો હતો. આ વીડિયોને બન્યા સેવા અધિકારી સુશાંત નંદાએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને લઈને ઘણા લોકો પોતાની પ્રિતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરી કે, “કૂતરા સારી રીતે જાણે છે કે સિંહથી સુરક્ષિત અંતર રાખવું સમજદારીભર્યું છે.’ અન્ય યુઝરે લખ્યું, “એકતામાં તાકાત છે.” ત્રીજાએ લખ્યું, “રસ્તાનો રાજા X જંગલનો રાજા.” તો કોઈએ એમ પણ કહ્યું કે “અપની ગલીમેં કુત્તા ભી શેર હોતા હે…”. આ વીડિયોને અત્યાર સુધી 55 હજાર કરતા વધારે લોકો લાઈક કરી ચુક્યા છે.

Niraj Patel