રસ્તા ઉપર ગધેડાને બે શ્વાન હેરાન કરી રહ્યા હતા ત્યારે ગધેડાએ લીધો એવી રીતે બદલો કે શ્વાનને તેમની નાની યાદ આવી ગઈ હશે, જુઓ વીડિયો

ગધેડો જેટલો શાંત હોય છે, જરૂર પડે તેટલો વધુ આક્રમક બને છે. ખાસ કરીને તે તેના પાછળના પગથી પોતાનું રક્ષણ કરે છે, પરંતુ કેટલીકવાર તે તેના દાંતથી બચકા પણ ભારે છે. સોશિયલ મીડિયામાં હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર બે શ્વાનથી પરેશાન ગધેડાની ધીરજ જ્યારે જવાબ આપે છે, ત્યારે તે ગુસ્સાથી તેમને પાઠ ભણાવે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગધેડો રસ્તા પર શાંતિથી ફરતો હોય છે ત્યારે બે શ્વાન ત્યાં આવે છે. તેઓ ગધેડાને કોઈ કારણ વગર ભસીને પરેશાન કરે છે. ગધેડો ક્યારેક તેમને ટાળવા માટે અહીં અને ત્યાં દોડે છે, પરંતુ તેઓ તેને હેરાન કરવાનું ચાલુ રાખે છે. અચાનક ગધેડો ગુસ્સે થઈ જાય છે અને તે પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરે છે.

આ પછી ગધેડો બે શ્વાનને જે પાઠ ભણાવે છે તે વીડિયોમાં જોવાની મજા આવે છે. ગધેડા અને શ્વાનની લડાઈનો આ વીડિયો જોઈને તમે તમારું હાસ્ય રોકી નહીં શકો. વીડિયોમાં ગધેડો રસ્તા પર ઝડપથી દોડતો શ્વાન પાછળ દોડતો જોઈ શકાય છે. શ્વાન પણ દોડવા લાગે છે, તેના જીવ બચાવવા ભાગે છે, પરંતુ ગુસ્સે થયેલો ગધેડો પાછળથી જાય છે અને તેના મોંથી તેનો પગ પકડીને હવામાં ઉછાળવા લાગે છે. તે પછી શ્વાનની હાલત ખરાબ થઈ જાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ ઉપરાંત હજારો લોકો તેને શેર કરી રહ્યા છે. ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે. આ વીડિયો હકીકતનો છે કે પછી એનિમેશન છે તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું, પરંતુ સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel