આ દાદાએ એક અનોખા જુગાડ દ્વારા બનાવી ‘શ્વાન ટ્રેન’, ગલીના કુતરાઓને કરાવે છે સવારી, વીડિયો જોઈને તમે પણ ખુશ થઇ જશો

સોશિયલ મીડિયા ઉપર પ્રાણી પ્રેમના ઘણા વીડિયો વાયરલ થતા આપણે જોયા છે. આજે અમે એક એવો જ પ્રાણી પ્રેમનો વીડિયો લઈને આવ્યા છે જે જોઈને તમે પણ કહેશો કે ખરેખર આવા વ્યક્તિઓ દિલ જીતી લે છે. જો કે આ વીડિયો થોડો જૂનો છે, પરંતુ તમે જયારે પણ આ વીડિયોને જોશો ત્યારે તમને એક નવી જ અનુભતી ચોક્કસ થશે.

ઘણા પ્રવાસન સ્થળ અને મેળાની અંદર આપણે બાળકો માટેની નાની નાની ટ્રેન જોઈ હશે, જેમાં બેસવાનું બાળકોને ખુબ જ પસંદ આવે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ ડોગ માટેની ટ્રેન જોઈ છે ? જાણીને નવાઈ લાગે પરંતુ ટેક્સાસના ફોર્ટ વર્થમાં રહેવા વાળા એક વૃદ્ધે ડોગ માટેની એક સુંદર ટ્રેન બનાવી છે. અને પોતાના વૃદ્ધાવસ્થાનું જીવન તે આ કૂલેસ્ટ ટ્રેન ચલાવીને વિતાવી રહ્યા છે.

આ ટ્રેન તેમને જાતે બનાવી છે. અને આ ટ્રેનની અંદર સ્ટ્રીટ ડોગને તે શાનદાર સવારી કરાવે છે. તેમના આ કામનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થતો રહે છે. પ્રાણી પ્રેમી લોકો પણ તેમના આ કાર્યને ખુબ જ વખાણી રહ્યા છે. જુઓ તમે પણ આ શાનદાર વીડિયો…

Niraj Patel