પ્રાણી સંગ્રહાલયમાં ફરતા ફરતા આ શ્વાન પહોંચી ગયો ગોરીલાના વાડામાં, પછી શરૂ થયો મોતનો એવો ખેલ કે જોઈને તમે પણ હચમચી જશો, જુઓ વીડિયો

દુનિયાભરમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા માટે રોજ હજારો લોકો જતા હોય છે, ત્યાં ઘણીવાર માણસો એવી હરકતો કરતા હોય છે જેના કારણે તેમના જીવ પણ જોખમમાં મુકાઈ જતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા વીડિયો સામે આવે છે જેમાં પ્રાણીઓ સાથે ચેઈનચાળા કરવા ભારે પડતા જોઈ શકાય છે.

પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને સૌના હોશ ઉડાવી દીધા છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્રાણીસંગ્રહાલયમાં ગોરીલાના વાડામાં એક શ્વાન ઘુસી જાય છે. જેના બાદ ગોરીલા તેને પકડવા માટેના પ્રયત્નો કરતા પણ જોઈ શકાય છે. શ્વાન પણ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ દોડતો જોઈ શકાય છે.

આ હતના 12 જૂનના રોજ કેલિફોર્નિયાના એસ્કોન્ડિડોમાં સેન ડિએગો ઝૂ સફારી પાર્કમાં બની હતી. પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા આવેલા પ્રવાસીઓ આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયોમાં એક ચિંતિત માણસને પૂછતાં સાંભળી શકાય છે, “તે વ્યક્તિ ક્યાં છે જે અહીં ક્યાં કામ કરે છે?” બીજી વ્યક્તિ પાછળથી પૂછે છે, “આ કોનો શ્વાન છે?” ગોરીલાના વાડામાં શ્વાનને જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. લોકો શ્વાનને કહેતા જોવા મળે છે, ‘ત્યાંથી ભાગ, ત્યાંથી ભાગ.’

 

View this post on Instagram

 

A post shared by ABC News (@abcnews)

વીડિયો રેકોર્ડ કરનાર રેયાન જુડસને કહ્યું કે શ્વાન ખૂબ જ ડરી ગયો હતો અને ગોરિલા પણ શ્વાનને જોઈને ખુશ નહોતો. આ સમગ્ર ઘટના બાદ સાન ડિએગો પ્રાણી સંગ્રહાલય વતી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું. ઝૂ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે શ્વાનને ગોરિલા એન્ક્લોઝરમાંથી સફળતાપૂર્વક બહાર કરવામાં આવ્યો હતો અને સફારી પાર્કના કોઈ પ્રાણી, સ્ટાફ અથવા મહેમાનોને નુકસાન થયું નથી.

Niraj Patel