માણસાઈનું જીવતું જાગતું ઉદાહરણ ચેન્નાઈમાં આવેલા પૂર દરમિયાન જોવા મળ્યું, જ્યાં અબોલ જીવને બચાવવા માટે લોકોએ કરી મહેનત, ખરેખર સલામ છે, જુઓ વીડિયો
Dog Stuck Michaung Cyclone : ચેન્નાઇમાં આવેલા મિચોંગ વાવાઝોડાના કારણે ભારે વરસાદ થયો અને આ વરસાદના કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું. લોકો ઘણી જગ્યાએ ફસાયેલા છે અને તેમને બચાવવા માટે NDRFની ટીમો તૈનાત છે. ચેન્નાઈના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સમસ્યા ઉભી થઈ છે અને ઘણા ભાગો હજુ પણ ડૂબી ગયા છે. અહીં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જો કે, આ સમય દરમિયાન પ્રાણીઓ પણ પોતાનો જીવ બચાવવા માટે માણસો પર આશા રાખી રહ્યા છે.
અબોલ પ્રાણીઓ પાણીમાં ફસાયા :
સારી વાત એ છે કે આ અબોલ પ્રાણીઓની મદદ માટે માણસો આગળ આવ્યા અને આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં બે માણસો રસ્તાની બાજુમાં ફસાયેલા બે કૂતરાઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયો સાથે પોસ્ટ કરાયેલ કેપ્શનમાં લખ્યું છે, “માનવતા હજુ પણ જીવિત છે. બચાવ ટીમનો આભાર.”
2 વ્યક્તિઓ આવ્યા ભગવાન બનીએ :
જેમ આપણે ક્લિપમાં જોઈ શકીએ છીએ, ચેન્નઈના અમુક વિસ્તારમાં બે કૂતરા ફસાયેલા છે. ત્યારે બે લોકો સાઇકલ રીક્ષા લઈને તેની પાસે આવે છે અને તેને પોતાના ખોળામાં લઈને સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે. તેણે ઘૂંટણ સુધીના પાણીમાં થીજી રહેલા કૂતરાઓનો જીવ બચાવ્યો. તેમની માનવતા અને પ્રયત્નો માટે ઘણા લોકોએ તેમનો આભાર માન્યો. વીડિયોના કોમેન્ટ બોક્સમાં ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.
Humanity still alive ♥️
Thank you Rescue team #ChennaiFloods2023 #ChennaiRains #CycloneMichaung #ChennaiFlood #ChennaiRains #ChennaiRains2023 #chennaicyclonepic.twitter.com/XM2LXUUtm8
— ɪ ɴ ᴛ ʀ ᴏ ᴠ ᴇ ʀ ᴛ (@curse_introvert) December 6, 2023
લોકોએ કરી સલામ :
ઘણા લોકોએ વીડિયો પર દિલને સ્પર્શી જાય તેવી વાતો લખી છે. એક યુઝરે લખ્યું કે, “અબોલ પ્રાણીઓની મદદ કરવી એ કેટલી સારી વાત છે.” ટિપ્પણીઓમાં, એક ગાય અને તેના વાછરડાને બચાવતા જોઈ શકાય છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “આ વાવાઝોડામાં એક ગાય તેના વાછરડાને જન્મ આપ્યા બાદ ક્યાંક રોકાઈ ગઈ હતી. વાછરડા અને માતા ગાયને સુરક્ષિત લાવવામાં આવ્યા હતા.” એક યુઝરે લખ્યું, “આ મૂંગા પ્રાણીઓને મદદ કરવા માટે ખૂબ જ સારું લાગ્યું હશે.”
இந்த புயலில் பசுமாடு ஒன்று தன் கன்றை ஈன்று எங்கு போவது என்று தெரியாமல் நின்ற போது. கன்றயும்,தாய் பசுமாட்டயும் பாதுகாப்பாக கொண்டு செல்லப்பட்டது. pic.twitter.com/sxEdoUsLzE
— shreeram sundar (@ShreeramSundar) December 6, 2023