જુઓ CCTV: કૂતરાએ નિભાવી વફાદારી, 10 વર્ષની બાળકીનો બચાવ્યો એવી રીતે જીવ કે જાણીને ઠોકશો સલામ

ઘણીવાર તાકતવર પર કમજોર ભારે પડી જાય છે. આવું ઇચ્છા અને હિંમતથી થાય છે. ડોગ હંમેશાથી તેમના માલિકની રક્ષા કરે છે અને તેઓ વફાદાર હોય છે. તે માણસની રક્ષા કરવા માટે ઘણીવાર એવું કરે છે કે આપણે વિચારીને પણ ગભરાઇ જઇએ. ઘણીવાર તો ડોગ્સ તેમના માલિક પ્રત્યે એવી વફાદારી નિભાવે છે કે તેઓ માલિકની રક્ષા કરવા માટે જીવ પણ આપી દેતા હોય છે.

આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ. જયારે 10 વર્ષની બાળકી પર ભેડિયા એટેક કરવાનો હતો ત્યારે એક ડોગે તેનો જીવ બચાવ્યો. આ ઘટના કેનેડાની છે. ક્વાન તેના ડોગ સાથે મોર્નિંગ વોક પર ગઇ હતી. આ ઘટના ટોરંટોના Scarborough ની છે. અચાનક ભેડિયા ત્યાં આવી ગયો અને બાળકી પર એટેક કરવા લાગ્યો તો તેનો ડોગ ભેડિયા સાથે ભીડી ગયો અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ.

ડોગ ભેડિયા સાથે ફાઇટ કરતો રહ્યો. જો કે, ભેડિયાના મોટા મોટા જબડા કૂતરાને ઘણા પરેશાન કરતા રહ્યા. તે તેના પર તેજીથી એટેક કરતો હતો. કૂતરો ઝખ્મી થઇ જાય છે પરંતુ તે હાર નથી માનતો. વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે ડોગી પર ખતરનાક ભેડિયા ઘણીવાર એટેક કરે છે, કૂતરો બૂમો પાડે છે અને છોકરી પણ મદદ માટે બૂમો પાડે છે પરંતુ ડોગ હાર નથી માનતો અને તે ભસતો રહે છે જયાં સુધી ભેડિયો જતો ન રહે. આ ફાઇટમાં માસૂમ ડોગ જખ્મી થઇ જાય છે.

Shah Jina