આ શ્વાન કરે છે સિક્યુરિટી ગાર્ડની નોકરી, માલિકના આવવા ઉપર ખોલે છે ગેટ અને કરે છે રજીસ્ટરમાં એન્ટ્રી, જુઓ હેરાન કરી દેનારો વીડિયો

સોશિયલ મીડિયામાં શ્વાનને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે. શ્વાન જેટલું વફાદાર પ્રાણી બીજું કોઈ નથી. તેમની વફાદારીના ઘણા કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા હશે. ઘણીવાર શ્વાનને આપણે ઘરના ઘણા કામ પણ કરતો જોયો હશે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને સૌના હોશ ઉડાવી દીધા છે.

આપણે હંમેશા વિચારીએ છીએ કે સિક્યુરિટી ગાર્ડનું કામ માત્ર મનુષ્ય જ કરી શકે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પ્રાણીઓનો પણ રક્ષક તરીકે ઉપયોગ કરી શકાય છે. સિક્યોરિટી ગાર્ડનું કામ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેમને માત્ર આવતા-જતા લોકો પર નજર રાખવાની હોય છે, પરંતુ ગેટ ખોલવા અને બંધ કરવા અને લોકોને રજિસ્ટરમાં દાખલ કરવા પણ પડે છે. ક્યારેક ગાર્ડને ઓવરટાઇમ કામ કરવું પડે છે. હવે જો અમે તમને કહીએ કે એક શ્વાન પણ આ બધું કરી શકે છે, તો તમને ચોક્કસ આશ્ચર્ય થશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક શ્વાન ઘરની રક્ષા માટે ગાર્ડનું કામ કરે છે. તે આવતા-જતા લોકો પર નજર રાખે છે અને જો કોઈ અંદર આવે છે, તો તે તેમને રોકે છે અને તેમના વિશેની વિગતો રજીસ્ટરમાં દાખલ પણ કરાવે છે. કારને જોયા બાદ શ્વાન દરવાજો ખોલે છે અને તેને ઓળખવાનો પ્રયાસ કરે છે.કારની એન્ટ્રી થયા વિના તે ઘરમાં પ્રવેશવા દેતો નથી. વાયરલ થયેલા આ વીડિયોમાં સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે.

શ્વાનને પણ ગાર્ડ તરીકે યુનિફોર્મ પહેરાવી સજ્જ કરવામાં આવ્યો છે. ગાર્ડની ડ્યુટી પર ફરજ બજાવી રહેલા આ શ્વાનનો વીડિયો ઘણો ચોંકાવનારો છે. સામાન્ય રીતે એવું જોવામાં આવતું નથી કે શ્વાન ગાર્ડનું કામ કરે છે. આ વીડિયોને 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરનાર એકાઉન્ટે તેના કેપ્શનમાં પણ લખ્યું છે કે, આ કેવી રીતે શક્ય બની શકે છે.

Niraj Patel