માલિકે રસોડાના પ્લેટફોર્મ પર લાવીને રાખ્યું 3 લાખ રૂપિયાનું કવર, પાલતુ કૂતરાની નજર પડતા જ બધા પૈસા ચાવી ખાઈ ગયું અને પછી કર્યું એવું કે… જુઓ વીડિયો
Dog Eating 4000 Dollar In Cash : આજે ઘણા લોકો પોતાના ઘરમાં પાલતુ પેટ રાખવા લાગ્યા છે. ખાસ કરીને કોવિડ પછી આ ટ્રેન્ડ વધુ જોવા મળ્યો છે અને તેમાંથી ઘણા લોકો તો એવા પણ છે જે પોતાના પાલતુ પેટને પોતાના બાળકોની જેમ સાચવતા હોય છે. પરંતુ ઘણીવાર આ પાલતુ પેટ અણસમજમાં જ કેટલીક એવી વસ્તુઓ કરી બેસતા હોય છે કે આપણને પણ તેના પર ગુસ્સો આવી જાય, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેને જોઈને તો તમે પણ હેરાન રહી જવાના છો.
3 લાખ રૂપિયા ચાવી ગયું કૂતરું :
એવું કહેવાય છે કે ક્યારેક વ્યક્તિની એક નાની બેદરકારી તેના પર ભારે પડી જાય છે, જેના પછી તેની પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમેરિકાના પેન્સિલવેનિયામાંથી સામે આવ્યો છે, જ્યાં એક કૂતરો માલિકના 3 લાખ રૂપિયા સફાચટ કરી ગયો. આ કૂતરાનું નામ ‘સેસિલ’ છે અને તે ગોલ્ડનૂડલ જાતિનો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં, કૂતરાના માલિક ‘ક્લેટોન લો’એ પિટ્સબર્ગ, પેન્સિલવેનિયામાં તેના ઘરના કિચન કાઉન્ટર પર $4000 રોકડથી ભરેલું એક કવર રાખ્યું હતું.
દંપતીના ઉડ્યા હોશ :
આ પૈસા તેણે કોન્ટ્રાક્ટરને આપવા માટે રાખ્યા હતા. તક મળતાં જ તેનો સાત વર્ષનો કૂતરો ‘સેસિલ’ આ પરબિડીયું લઈને ગાયબ થઈ ગયો. તેઓને આ અંગેની જાણ ત્યારે થઈ જ્યારે થોડા સમય બાદ તેઓએ તેને ઉલ્ટી કરતો જોયો. ક્લેટનને લાગ્યું કે કૂતરો બીમાર છે અને તેણે પશુચિકિત્સકને બોલાવ્યો. તે ડોકટરે કૂતરાની હાલત જોઈને કહ્યું કે તે સંપૂર્ણ રીતે ઠીક છે. થોડા સમય પછી, ક્લેટને કૂતરાને કંઈક ચાવતો જોયો. જ્યારે તે તેની નજીક આવ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા.
કવરમાં રાખ્યા હતા પૈસા :
કૂતરાની આસપાસ ચલણી નોટોના ટુકડા વેરવિખેર પડ્યા હતા. તેને ખબર પડી કે આ એ જ પરબિડીયું છે જેમાં તેણે ત્રણ લાખ રૂપિયા સુરક્ષિત રીતે રાખ્યા હતા. ગભરાઈને તેણે તેની પત્નીને ‘કેરી’ને આ વાત કહી. એક ન્યૂઝ સાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કેરીએ કહ્યું કે જ્યારે તેણે તેના પતિને કહેતા સાંભળ્યા કે ‘સેસિલ’ ચાર હજાર ડોલર ખાય છે ત્યારે તેને લાગ્યું કે તેણે કંઈક ખોટું સાંભળ્યું છે. પરંતુ જ્યારે તે સેસિલ અને ક્લેટન પાસે પહોંચી, ત્યારે આ નજારો જોઈને તેને લાગ્યું કે તેને હાર્ટ એટેક આવશે.
વોમિટ અને પૉટીમાંથી પૈસા કર્યા ભેગા :
આખરે દંપતીએ ફાટેલી નોટો એકત્રિત કરવાનું શરૂ કર્યું જેથી તેઓ બેંકમાં જઈને બદલી શકે. દંપતીએ લાંબા સમય સુધી કૂતરાના દાંતમાંથી નોટના ભાગો કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો. આ પછી, તેઓ આખરે સેસિલના સ્ટૂલની રાહ જોતા હતા અને જેમ તે પોટી ગયો, તેઓએ તેમાં નોટો શોધવાનું શરૂ કર્યું. કેરીએ કહ્યું કે અમે ચલણી નોટોના ઘણા ટુકડા તેના મળથી ધોઈને કાઢી નાખ્યા છે. ત્યાં ઘણી ઓછી નોટો હતી જે સંપૂર્ણ હતી. પરંતુ સદનસીબે બેંક તે તમામ નોટો સ્વીકારવા તૈયાર હતી જેમાં સીરીયલ નંબર હજુ પણ દેખાતો હતો. બેંક સારી હાલતમાં મળી આવેલી કેટલીક નોટો લઈ લીધી હતી, પરંતુ કૂતરાએ લગભગ 40 હજાર રૂપિયાની નોટોને સંપૂર્ણપણે ચાવી નાખી હતી.
View this post on Instagram