કમકમાટી ભર્યુ મોત: કાર ચલાવી રહેલા ડોક્ટરના શરીરમાં આરપાર થયા સળિયા, આગળ ચાલી રહેલી ટ્રેક્ટર ટ્રોલીમાં ઘુસી ગાડી, મિત્રો સાથે આવ્યા હતા જયપુર

પાછળથી આવેલી કાર ટ્રોલી સાથે અથડાઈ,5-7 ફૂટ બહાર નીકળેલા સળિયા ડોક્ટરના શરીરમાં ઘૂસી ગયા, ત્યાં જ તરફડીયા મારી મારીને મૃત્યુ…..

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર ભયાનક અકસ્માતોના કિસ્સાઓ સામે આવે છે, ઘણીવાર અકસ્માતમાં આખો પરિવાર હોમાઇ જાય છે, તો ઘણીવાર પરિવારનો એકનો એક દીકરો, તો ઘણીવાર દુલ્હા-દુલ્હન અથવા તો નવા નવા લગ્ન કરેલા દંપતિ સાથે પણ અકસ્માતની ખબર આવતી હોય છે. ત્યારે હાલ વધુ એક ભયાનક અકસ્માતની ખબર સામે આવી છે. આ અકસ્માત ટ્રેક્ટર-ટ્રોલી અને કાર વચ્ચે થયો હતો. કાર પાછળથી ટ્રેક્ટર-ટ્રોલીમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કાર સવાર ડોક્ટરના શરીરમાં સળિયા ઘુસી ગયા હતા, જેના કારણે ડોક્ટરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં ડોક્ટર પ્રવીણ વ્યાસના મિત્ર ડૉક્ટર અમિત કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતની ઘટના જયપુરમાંથી સામે આવી છે. જયપુરના ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. જયપુરના ઘાસગેટ પાસે તેજ રફતાર કાર સળિયાથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. ટ્રોલીમાંથી 5-7 ફૂટ જેટલો સળિયો કાચ તોડી અંદર બેઠેલા તબીબના શરીરમાં ઘૂસી ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યા. રાજધાનીના આગ્રા રોડ પર અગ્રવાલ કોલેજ પાસે આ અકસ્માત થયો હતો.

દૌસાના રહેવાસી ડૉ. પ્રવીણ વ્યાસના શરીરમાં સળિયા ઘૂસી જવાને કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. તો મૃતકના મિત્ર ડૉ.અમિત કુમારને હાથ અને માથામાં ઈજા થઈ હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. દૌસા ગોવિંદ નગર ન્યુ મંડી રોડના રહેવાસી ડૉ. પ્રવીણ વ્યાસ પોતાના મિત્ર રાય નર્સિંગ હોમના રહેવાસી ડૉ. અમિત કુમાર સાથે જયપુરમાં ખરીદી કરીને દૌસા પરત ઘરે જઈ રહ્યા હતા. ટ્રાન્સપોર્ટ નગર ઈન્ટરસેક્શનથી માત્ર 200 મીટર પહેલાં, કાર આગળ સળિયાથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કારના પરખચ્ચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ટ્રેક્ટરમાંથી સળિયા લગભગ 5 થી 7 ફૂટ બહાર હતા. અંધારાના કારણે કાર ચલાવી રહેલા ડો.પ્રવીણ વ્યાસ સળિયાને જોઈ શક્યા ન હતા. કાર અથડાતાંની સાથે જ કાચ તોડી સળિયા અંદર પ્રવેશી ગયા હતા. ટ્રેક્ટરના ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે માહિતી મળતા પરિવારના સભ્યો જયપુર પહોંચ્યા હતા. મૃતક ડોક્ટર પ્રવીણ વ્યાસની પત્ની શિક્ષિકા છે. તેમને બે બાળકો છે. પ્રવીણ દૌસા જિલ્લા હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ તરીકે તૈનાત હતા. તેમજ ઘાયલ ડૉ.અમિત કુમાર ફિઝિશિયન છે.

Shah Jina