“લાડુ ગોપાલ”ને સ્નાન કરાવતી વખતે તૂટી ગઈ મૂર્તિ, પૂજારી રડતા રડતા પહોંચ્યો લઈને હોસ્પિટલ, પછી ડોકટરે કર્યું એવું કે.. જુઓ તસવીરો

લાડુ ગોપાલને સ્નાન કરાવતી વખતે તૂટી ગયો તેમનો હાથ, તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા પૂજારી, લઈને પહોંચ્યા હોસ્પિટલ, શ્રી કૃષ્ણના નામથી કેસ કઢાવ્યો અને પછી… જુઓ વીડિયોમાં

આપણા દેશની અંદર લોકોને ઈશ્વર પ્રત્યે અપાર શ્રદ્ધા હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે જે કલાકો સુધી ઈશ્વરની પ્રતિમા સાથે ઉભા રહી અને તેમની આરાધના કરે છે. ભગવાનની પ્રતિમામાં સાક્ષાત ઈશ્વર રૂપ પણ ઘણા લોકો માનતા હોય છે, હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચાઈ રહ્યો છે.

આ મામલો સામે આવ્યો છે આગ્રામાંથી. શુક્રવારના રોજ એક પૂજારી “લાડુ ગોપાલ”ને સ્નાન કરાવી રહ્યા હતા ત્યારે જ તેમના હાથમાં રહેલી મૂર્તિ નીચે પડી ગઈ અને બાળ ગોપાલનો હાથ તૂટી ગયો. આ વાત ઉપર પૂજારી એટલા દુઃખી થયા કે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. પોતાની જાતે જ પ્લાસ્ટર લગાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ પરંતુ સફળ ના થયા.

જેના બાદ તે “લાડુ ગોપાલ”ને લઈને જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા. તેમની જીદ ઉપર ડોકટરે પાવતી બનાવી અને પોતાના હાથથી લાડુ ગોપાલના હાથમાં પ્લાસ્ટર કર્યું અને પુજારીને પરત આપ્યા. જેના બાદ પૂજારી લાડુ ગોપાલને લઈને પોતાના ઘરે પરત ફર્યા. પુજારીએ આ મૂર્તિને લગભગ 25-30 વર્ષ પહેલા શાહગંજના ખાસપુર વિસ્તારમાં પથવારી મંદિરમાંથી બિરાજમાન કર્યા હતા.

પૂજારી તેમનો પોતાના બાળકની જેમ લાડુ ગોપાલની દેખરેખ રાખતા હતા. તેમને જણાવ્યું કે સવારે 5 વાગે સ્નાન કરાવતા સમયે લાડુ ગોપાલ પડી ગયા અને તેમનો હાથ તૂટી ગયો. તેમને જાતે જ પાટો બાંધ્યો અને દુઃખાવાનું મલમ પણ લગાવ્યું અને 8 વાગ્યા સુધી ભગવાનને ખોળામાં બેસાડીને રાહ જોઈ. જેના બાદ સવારે 8 વાગે ઓપીડી ખુલતા જ તે લાડુ ગોપાલને લઈને હોસ્પિટલ પહોંચી ગયા.

જ્યાં પહેલા તો ડોકટરે લાડુ ગોપાલને પ્લાસ્ટર લગાવવાની ના પાડી દીધી. જેનાથી પૂજારી લેખ સિંહ ખુબ જ દુઃખી થઇ ગયા. જેના ઉપર હિન્દૂ સંગઠનના કેટલાક પદાધિકારીઓ પણ પહોંચી ગયા. તેમને શ્રી કૃષ્ણ, રહેવાસી આગ્રાના નામની ચિઠ્ઠી બનાવડાવી. અને ત્યારબાદ સીએમએસ અશોક કુમારે તેમના કેબીનને ઓપરેશન થિયેટર બનાવ્યું અને પોતાના હાથે જ લાડુ ગોપાલનું પ્લાસ્ટર કરીને પુજારીને પરત સોંપ્યા.

Niraj Patel