હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ કરવાને બદલે સ્ટાફ અને ડોક્ટર ભેગા મળીને કરવા લાગ્યા ડાન્સ, વીડિયો થયો વાયરલ

એવું કહેવાય છે કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે, કોરોના કાળની અંદર ઘણા ડોક્ટર ભગવાન બનીને આવ્યા, તો ઘણા હોસ્પિટલના નર્સ અને કર્મચારીઓએ પણ સતત લોકોની સેવા કરીને માનવતાના બહુ જ સારા ઉદાહરણો પણ પુરા પડ્યા, તો ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવ્યા જેને જોઈને શરમ પણ આવવા લાગી.

મધ્ય પ્રદેશમાંથી આવી ઘણી જ ઘટનાઓ સામે આવી હતી, જ્યાં હોસ્પિટલ પ્રસાશન દ્વારા ઘણી જ લાપરવાહી પણ કરવામાં આવી ત્યારે હાલ એક એવો જ વીડિયો મધ્ય પ્રદેશની એક સરકારી હોસ્પિટલમાંથી સામે આવ્યો છે, જ્યાં હોસ્પિટલના મહિલા ડોક્ટર અને નર્સ દર્દીઓની ચિંતા કરવાના બદલે ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

આ મામલો છે મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના બદરવાસ તાલુકાના સરકારી હોસ્પિટલનો. જ્યાં દર્દીઓની સારવાર તો યોગ્ય રીતે થતી હશે કે નહિ પરંતુ ત્યાં ફરજ બજાવી રહેલા ડોક્ટર અને નર્સ ટાઈમ પાસ જરૂર કરી રહ્યા હતા.

ટાઈમ પાસ માટે હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા ડાન્સ પાર્ટી કરવામાં આવી રહી હતી. તેનાથી જોડાયેલો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે શિવપુરી જિલ્લાના બદરવાસ સ્વાસ્થ્ય કેન્દ્રનો છે. જ્યાં ગત રાત્રે સ્ટાફ પોતાની ડ્યુટી દરમિયાન પાર્ટી કરી રહ્યો હતો. ડ્યુટી રૂમનો વાયરલ વીડિયો હોસ્પિટલમાં શાંતિ બનાવી રાખવાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યો છે.

એટલું જ નહિ કે ફક્ત નર્સ જ ડાન્સ કરી રહી હતી, પરંતુ ડોક્ટર પણ પોતાના ડ્યુટી રૂમના ટેબલ ઉપર સજાવેલા નાસ્તા ઉપર ફિલ્મી ગીતોની ધૂન ઉપર એપ્રન પહેરીને અલગ અલગ ગીતો ઉપર ડાન્સ કરી રહ્યા હતા.

Niraj Patel