Doctor was caught in a honeytrap in Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના મામલાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે, જેમાં પુરુષોને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેઇલ કરવામાં આવે છે અને પછી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં પણ આવે છે. આબરૂ જવાના કારણે ઘણા એવા મામલાઓમાં પોલીસ ફરિયાદ પણ નથી થતી અને લોકો આ વાત કોઈને કહી પણ નથી શકતા. ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
યુવતીએ પોતાની જાતે ફાડ્યા કપડાં :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કામરેજ તાલુકમાં આવેલા આસ્તા ગામની અંદર હોસ્પિટલમાં યુવતી આવી અને તેને ડોક્ટરના કેબીનમાં જઈને તાવ આવતો હોવાનું અને ઇન્જેક્શન મુકવાનું જણાવ્યું. ડોકટરે તેને તપાસવાનું કહેતા તેણે કેબીનનો દરવાજો બંધ કરી દીધો અને પછી પોતાની જાતે જ પોતાના કપડાં ફાડવા લાગી હતી અને પછી તેને બચાવો બચાવોની બૂમો પણ પાડી હતી, જેથી પ્લાન પ્રમાણે પહેલાથી જ બહાર ઉભેલા બે લોકો કેબિનમાં આવી ગયા.
3 લાખ રૂપિયા આપવા કહ્યું :
આ બંને લોકોએ પોતે પોલીસ હોવાનું જણાવી ડોક્ટરને ધમકી આપી અને 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને સેવાણી ચાર રસ્તા પાસે 3 લાખ રૂપિયા આપી જવાનું પણ જણાવ્યું હતું. ડોકટરે આ વાત આસ્તા ગામના માજી સરપંચ જયેશભાઇને કરતા તેમને સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં એક હોન્ડા સીટી કાર જોવા મળી અને તેનો નંબર પણ તેમને નોટ કરી લીધો. આ દરમિયાન માજી સરપંચને બારડોલી આવતા સમયે હોન્ડા સીટી કાર દેખાતા જ તેમને કારને ઉભી રાખવી બુમાબુમ કરી હતી.
પોલીસે જપ્ત કરી કાર :
જેના કારણે કારમાં બેઠેલા શખ્સ કાર ત્યાં છોડીને જ ભાગી ગયા હતા. આ મામલાની જાણ બારડોલી પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને આ કારમાંથી પોલીસનો ડંડો, પોલીસ યુનિફોર્મ જેવો ખાખી કલરનો રેઇનકોટ, મહિલાના વાળની કેપ અને પોલીસના નામની પ્લેટ સાથે એક બેગ મળી આવી હતી. જેના બાદ તેમને ગાડીને લોક કરીને કામરેજ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.