હોસ્પિટલના બેડ ઉપર સુઈ રહ્યું હતું પેશન્ટ, પીપીઈ કીટ પહેરીને આવ્યા ડોક્ટર અને કરવા લાગ્યું બુમાબુમ, વાયરલ થયો વીડિયો

હાલ મોબાઈલ હાથમાં લઇએ અને કોઈપણ સોશિયલ મીડિયાની સાઈટ ખોલીએ એટલે આપણે ઢગલાબંધ વાયરલ વીડિયો જોવા મળી જાય છે. ઘણા વીડિયો એવા પણ હોય છે જે આપણને પેટ પકડીને હસાવે છે અને ઘણા આપણને હેરાન પણ કરી દેનારા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે કોરોનાના કારણે સાવચેતી રાખવી કેટલી જરૂરી બની ગઈ છે. સામાન્ય માણસ માટે પણ માસ્ક પહેરવું ખુબ જ જરૂરી બન્યું છે, ત્યારે હોસ્પિટલોમાં પણ દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર પણ સાવચેતીનું પુરે પૂરું ધ્યાન રાખી રહ્યા છે. અને દર્દીઓની સારવાર પીપીઈ કીટ પહેરીને કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર પણ આવું જ કંઈક જોવા મળે છે. એક ડોક્ટર દર્દીની સારવાર કરવા માટે પીપીઈ કીટ પહેરીને આઈસીયુમાં તેના બેડ પાસે જાય છે અને ડોક્ટરને જોઈને જ દર્દી બુમાબુમ કરવા લાગી જાય છે. દર્દીને બુમાબુમ કરતું જોઈને બીજા ડોક્ટર અને સ્ટાફ પણ ત્યાં આવી ચઢે છે અને બાજુના બેડ ઉપર સુઈ રહેલો દર્દી પણ બેઠો થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


પરંતુ જયારે દર્દીનું બૂમો પાડવા પાછળનું કારણ સામે આવે છે ત્યારે બધા જ પેટ પકડીને હસવા લાગે છે. દર્દીના બૂમો પાડવાનું કારણ હતું કે ડોક્ટરને પીપીઈ કિટની અંદર જોઈને દર્દીને તે ભૂત હોય તેમ લાગે છે જેના કારણે તે ડરીને બૂમો પાડવા લાગે છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel