ઘરવાળાએ છુટાછેડાની નોટીસ મોકલી તો મહિલા ડોકટરે માસુમ દીકરાને મારી નાખ્યો પછી પોતે પણ કરી આત્મહત્યા કરી, દીકરાને આપ્યું દર્દનાક મૃત્યુ, જાણો સમગ્ર મામલો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, પતિ-પત્ની વચ્ચે તકરાર કે પછી અન્ય કારણો હોય છે. ત્યારે આંધ્રપ્રદેશના રાજમુંદરીમાંથી એક કિસ્સો એવો સામે આવ્યો, જેણે બધાના હોંશ ઉડાવી રાખી દીધા. એક ડોક્ટર માતાએ તેના સાત વર્ષના દીકરાને ઊંઘની ગોળીઓ આપી તેનો જીવ લઇ લીધો અને પછી આત્મહત્યા કરી. પહેલા મા-દીકરો કોમામાં ચાલ્યા ગયા હતા, પણ પછી તેમનું મોત થઇ ગયુ.

ડોક્ટરની ઓળખ દોથામશેટ્ટી લાવણ્યાના રૂપમાં થઇ હતી, જે ડર્મેટોલોજિસ્ટ હતી. 33 વર્ષિય લાવણ્યાના લગ્ન તેલંગાણા સ્થિત એક ડોક્ટર સાથે થયા હતા. જો કે, બાદમાં બંને વચ્ચે સંબંધ ખરાબ થઇ ગયા હતા. વિવાદને કારણે લાવણ્યા તેના પતિથી દૂર રાજમુંદરીમાં તેના પિતા સાથે રહી રહી હતી. એવું કહેવાય છે કે પતિએ ડિવોર્સની નોટિસ મોકલી હતી અને કદાચ તેને જ કારણે લાવણ્યાએ આટલું મોટુ પગલુ ભર્યુ.

જાણકારી અનુસાર, લાવણ્યાએ સૌથી પહેલા તેના દીકરા નિશાંતને ઊંઘની ગોળીઓ ખવડાવી અને પછી પોતે પણ ગોળીઓ ખાઇ આત્મહત્યા કરી લીધી. લાવણ્યા અને તેના પતિ વચ્ચે સંબંધો ખરાબ ચાલી રહ્યા હોવાને કારણે તે આપઘાતના બે મહિના પહેલાથી પિતાના ઘરે આવી ગઇ હતી. પતિના ડિવોર્સની નોટિસ મોકલ્યા બાદ તે ડિપ્રેશનમાં હતી. ઊંઘની ગોળીઓ વધારે માત્રામાં લીધી હોવાને કારણે બંને બેહોંશ થઇ ગયા હતા,

જ્યારે પરિવારના સભ્યોને ખબર પડી તો તેઓ તરત હોસ્પિટલ લઇને પહોંચ્યા. જો કે, ત્યાં તેમનું મોત થયુ હતુ. લાવણ્યાના પિતાએ કહ્યુ હતુ કે, તેમની દીકરીએ પતિના ઉત્પીડનને કારણે આત્મહત્યા કરી છે. પોલિસે આ મામલે કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જણાવી દઇએ કે, આ મામલો જાન્યુઆરી 2021નો છે.

Shah Jina