આ ડોક્ટરનો ગાયનું છાણ ખાતો વીડિયો થયો વાયરલ, વર્ષોથી ખાય છે ગાયનું છાણ અને પીવે છે ગૌમૂત્ર, કારણ જાણીને હેરાન રહી જશો

કોણ છે આ MBBS ડોક્ટર, જે વર્ષોથી ખાઈ રહ્યા છે છાણ, પીવે છે ગૌમૂત્ર, ચોંકાવનારી છે તેમની કહાની

ગાયને આપણા દેશની અંદર માતાનો દરજ્જો મળેલો છે, આ સાથે ગાયના દૂધ, છાણ અને ગૌમુત્રના ઘણા બધા ફાયદાઓ પણ છે, પરંતુ હાલમાં એક ડોક્ટરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ છાણ ખાઈ રહ્યો છે. આ વીડિયોની અંદર જોવા મળી રહેલ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એમબીબીએસ ડોક્ટર છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહેલા ડોક્ટરનું નામ મનોજ મિત્તલ છે. કરનાલના રહેવાસી ડોક્ટર મિત્તલ ઘણા વર્ષોથી ગાયનું છાણ ખાય છે અને ગૌમૂત્ર પીવે છે. આમ કરવા પાછળ ડોકટરે ઘણા બધા દાવા પણ કર્યા છે, પરંતુ મેડિકલ સાયન્ટિસ્ટ આવા દાવાને અંધવિશ્વાસ સાથે જોડી રહ્યું છે.

ડોક્ટર મનોજ મિત્તલનો દાવો છે કે ગાયના છાણની અંદર ભરપૂર માત્રામાં વિટામિન બી 12 હોય છે, જે આપણને રેડિએશનથી બચાવે છે. તેમનું કહેવું છે કે મોબાઈલ, એસી, ફ્રિજ અને ના જાને શું શું રેડિએશન છોડે છે, જેનાથી કેન્સર જેવી બીમારીઓ થઇ રહી છે. પરંતુ ગાયના છાણ ખાવાથી રેડિએશનની અસર ઓછી થઇ જાય છે.

ડોક્ટર મનોજ મિત્તલનું કહેવું છે કે જો કોઈ ગર્ભવતી મહિલા પ્રસુતિના સમય ગાયના છાણનો રસ લે તો ડિલિવરી નોર્મલ થવાના ચાન્સ વધી જાય છે. એટલું જ નહિ ગાયના છાણથી ઘણી બીમારીઓ પણ દૂર થઇ જાય છે. તમને જણાવી દઈએ કે ડોક્ટર મિત્તલ કરનાલની અંદર ચાઈલ્ડ સ્પેશયાલીસ્ટ ડોક્ટર છે અને તેમની પોતાની હોસ્પિટલ પણ કરનાલમાં છે.


ડોક્ટરનો દાવો છે કે તે જમીન ઉપર જયારે સુતા હોય છે ત્યારે તેમને ક્યારેય પંખા અથવા એસીનો ઉપયોગ નથી કર્યો. ડોક્ટર મિત્તલનું કહેવું છે કે ગાયના છાણની અંદર 28 ટકા જેટલું ઓક્સિજન હોય છે જે તમારા સ્વાસ્થ્યને સારું રાખે છે.

Niraj Patel