Doctor couple dies in bali : ગુજરાત સમેત દેશભરમાં મોતના મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા મોતના મામલાઓ એવા પણ સામે આવે છે જે જાણીને ધ્રુજારી છૂટી જાય. ત્યારે હાલ દેશમાં લગ્નનો માહોલ પણ ચાલી રહ્યો છે અને આવા સમએ કોઈનું મોત થવું એ કેટલું દુઃખદ હોય છે એ આપણે બધા જ જાણીએ છીએ. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેને રૂંવાડા ઉભા કરી દીધા છે. એક ડોક્ટર દંપતી લગ્ન બાદ હનીમૂન મનાવવા માટે બાલી ગયું અને ત્યાં તેમને મોત મળ્યું.
ધામધૂમથી લગ્ન કર્યાના એક અઠવાડિયા બાદ ચેન્નઈનું એક ડૉક્ટર દંપતી શુક્રવારે બાલીમાં તેમના હનીમૂન પર હતા ત્યા તેમની સાથે એવું થયું કે તે ડૂબી ગયા. વાસ્તવમાં નવવિવાહિત કપલ સ્પીડ બોટ પર ફોટોશૂટ કરાવી રહ્યું હતું. આ દરમિયાન તેમણે સંતુલન ગુમાવ્યું અને ડૂબી ગયા. અકસ્માતના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ડોક્ટરના પરિવારજનો મૃતદેહને પરત લાવવા બાલી પહોંચી ગયા છે. મૃતકોની ઓળખ પૂનમલ્લીના લોકેશ્વરન અને વિબુષનિયા તરીકે થઈ છે. બંનેએ 1 જૂનના રોજ લગ્ન કર્યા હતા.
પુંતમલ્લી સેનીરકુપ્પમ પાસે રહેતી સેલ્વમની 25 વર્ષીય દીકરી વિબુષનિયા ડોક્ટર તરીકે કામ કરતી હતી. સાલેમ જિલ્લાના ડૉક્ટર વિબુષનિયા અને લોકેશ્વરન પ્રેમમાં હતા. જ્યારે બંને ડોક્ટરોએ પરિવારને તેમના પ્રેમ વિશે જણાવ્યું તો તેઓ લગ્ન માટે રાજી થઈ ગયા. ત્યારબાદ, 1 જૂનના રોજ, વિભૂષણિયા અને લોકેશ્વરન પુનતમલ્લીમાં એક લગ્ન મંડપમાં ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા.
દરમિયાન, થોડા દિવસો પહેલા નવપરિણીત યુગલ તેમના હનીમૂન મનાવવા માટે ઇન્ડોનેશિયાના બાલી ગયા હતા. બીચ પર મોટર બોટમાં ફોટોશૂટ કરી રહ્યા હતા ત્યારે અચાનક સંતુલન ગુમાવવાથી બંને ડૂબી ગયા હતા. શુક્રવારે લોકેશ્વરનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે વિબુષનિયાનો મૃતદેહ શનિવારે સવારે મળી આવ્યો હતો.
આ અંગેની જાણ થતાં પરિવારજનો માથે આભ તૂટી પડ્યું હતું. પરિવાર હવે મૃતદેહોને ચેન્નાઈ પરત લાવવાની વ્યવસ્થા કરી રહ્યો છે. તેમણે ઈન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા તમિલનાડુ સરકાર અને કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. ઈન્ડોનેશિયાથી ચેન્નાઈની કોઈ સીધી ફ્લાઈટ ન હોવાથી, મૃતદેહોને તમિલનાડુ પાછા લાવવામાં આવે તે પહેલાં મલેશિયા લઈ જવામાં આવશે.