મકરસંક્રાંતિ 2022: 14 તેમજ 15 જાન્યુઆરી શું કરવું જોઈએ તેમજ શું ન કરવું જોઇએ.? તેમજ મકરસંક્રાંતિનું મહત્વ

શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના પર્વ સૂર્યદેવને સમર્પિત છે સૂર્યનું રાશિ પરિવર્તનના કારણે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પરિવર્તન થાય છે. એટલા માટે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ સમયે સૂર્ય દક્ષિણાયન તરફથી ઉતરાયણ તરફ જાય છે. માટે તેને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાન કરીને દાન-પુણ્ય કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.વર્ષ 2022માં મકરસંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરી શુક્રવારના દિવસે ઉજવવામાં આવે છે.

  • મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી શુક્રવાર શુભ મુહૂર્ત 2:43 મિનિટ.
  • પુણ્ય કાળનું મુહૂર્ત 14 જાન્યુઆરી 2:43 મિનિટથી લઈને 5:45 મિનિટ સુધી.
  • તેમજ મહાપુણ્ય કાળનું મુહૂર્ત 2:43 લઈને 4:28.


મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાનનુ ખૂબ જ મહત્વ હોય છે. જો સંભવ હોય તો આ દિવસે સવારે વહેલા ઊઠીને નદી અથવા તળાવમાં શુદ્ધ જળથી સ્નાન કરવું. જો આવું સંભવ ન હોય તો ઘરમાં સૂર્યોદય પહેલા ઊઠીને ગંગાજળ નાખીને સ્નાન કરવું. તેમજ સ્નાન કર્યા પછી સૂર્યદેવને જલ ચઢાવીને ‘ઓમ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરવો. આ દિવસે દાનનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ખીચડી ચોખા તેમજ તલ અને તેના લાડુનું દાન કરવું.

મકરસંક્રાંતિનું મહત્વમહત્વ:- મકરસંક્રાંતિના દિવસે સૂર્ય તેમના પુત્ર તેના ઘરે જાય છે.આ દિવસે આ પર્વ પિતા અને પુત્રના મિલનનો પ્રતીક છે. ઘણી જગ્યાએ સંક્રાંતિના દિવસે નવા પાક અને નવી ઋતુના આગમન તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ખીચડીનું દાન કરવું શુભ માનવામાં આવે છે તેના કારણે  ઘણી જગ્યાઓમાં ખીચડી બને છે. તેમજ તલ અને ગોળના લાડુ બનાવવાની પરંપરા છે. ચોખા ચંદ્રમાં તેમજ કાળી અડદ શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે તેથી કહેવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સુધરે છે.

મકરસંક્રાંતિના દિવસે શું કરવું:-

  • મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવું તેમજ સ્નાન કર્યા પછી દાન કરવું જોઈએ.
  • તેમજ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઇએ.
  • આ દિવસે તલ તેમજ તેનાથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ.
  • તેમજ ગરીબો અને બ્રાહ્મણોને શ્રદ્ધાનુસાર દાન કરવું જોઈએ.
  • આ દિવસે ગાયને ઘાસ આપવું શુભ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિના દિવસે શું ન કરવું..

  • મકરસંક્રાંતિના દિવસે કોઈ જરૂરમંદ વ્યક્તિ તમારા ઘરે આવે તો તેને ખાલી હાથે જવા દેવો નહિ. તેમજ તેને કઈક દાન કરવું.
  • આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા પછી જ કોઈપણ વસ્તુનું સેવન કરવું.
  • મકરસંક્રાંતિના દિવસે તામસિક વસ્તુ ખાવી ન જોઈએ.
  • મકરસંક્રાંતિના દિવસે મહિલાઓએ વાળ ન ધોવા.
Patel Meet