ઘરમાં પૈસાની જગ્યાએ ભૂલથી પણ ના રાખો આ 3 વસ્તુ, નહિ તો તંગી આપશે દસ્તક

તિજોરી પાસે ભૂલથી પણ ના રાખો આ 3 વસ્તુઓ, જલ્દી આવશે તંગી- ચાલ્યુ જશે બધુ ધન

Vastu Tips to Prevent Loss of Money: વાસ્તુશાસ્ત્રને હિન્દુ ધર્મમાં ઘણુ મહત્વ આપવામાં આવ્યું છે પછી તે ઘર બનાવવાથી લઈને સજાવટ સુધી ઘણુ સામેલ છે. ત્યારે ઘરમાં પૈસા રાખવાની જગ્યા એટલે કે તિજોરી હોય કે પછી બીજું કંઇ જ્યાં તમે પૈસા રાખતા હોય ત્યાં કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

1. ઝાડુ : માતા લક્ષ્મી તિજોરીમાં વાસ કરતી હોવાનું હિંદુ ધર્મમાં માનવામાં આવે છે અને એટલા જ માટે ભૂલથી પણ તિજોરી પાસે સાવરણી ન રાખવી કારણ કે આ અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તિજોરી પાસે સાવરણી રાખવાથી ધનનો નાશ થાય છે. આ આર્થિક પતન તરફ દોરી શકે છે અને ઘરમાં પરેશાની રહેશે.

2. એંઠા વાસણો: દેવી લક્ષ્મીનો વાસ સ્વચ્છ જગ્યાએ જ હોય ​​છે. એટલા માટે તમારે ભૂલથી પણ તિજોરી પાસે એંઠા વાસણો ક્યારેય ન રાખવા જોઈએ. આવું કરવાથી ધનની દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. એંઠા હાથથી તિજોરીને ક્યારેય સ્પર્શ કરશો નહીં. આમ કરવાથી ઘરમાં ધનની અછત રહે છે.

3. કાળું કપડુંઃ હિન્દુ ધર્મમાં કાળો રંગ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે કોઈપણ શુભ પ્રસંગે કાળા વસ્ત્રો પહેરવાની મનાઈ છે. આ જ કારણ છે કે તિજોરીની નજીક કોઈ કાળા રંગની વસ્તુ ન રાખવી જોઈએ. લાલ રંગ દેવી લક્ષ્મીનો પ્રિય રંગ માનવામાં આવે છે, તેથી તિજોરીમાં રાખેલા પૈસા અને ઘરેણાં લાલ રંગના કપડામાં લપેટીને રાખવા જોઈએ.

Shah Jina