એક યુવકને થપ્પડ મારીને હીરોગીરી કરતા કલેક્ટરે ભૂતકાળમાં પણ આ ખરાબ કામ કરતા ઝડપાયા હતા, જાણો

IAS રણબીર શર્માનો વિવાદોથી સંબંધ રહ્યો છે. 6 વર્ષ પહેલા તેઓ લાંચ લેતા રંગે હાથ પકડાઇ ગયા હતા. તે બાદ તેમને પદથી હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલો વર્ષ 2015નો કાંકેર જિલ્લાના છે. ભાનુપ્રતાપપુરમાં તેઓ એ સમયે એસડીએમના પદ પર હતા. એન્ટી કરપ્શન બ્યુરોએ એક પટવારીથી 10 હજાર રૂપિયાની લાંચ લેતા તેમને રંગે હાથ પકડવામાં આવ્યા હતા.

Image source

છત્તીસગઢના સુરજપુર જિલ્લામાં લાગેલ લોકડાઉન દરમિયાન એક યુવકને થપ્પડ મારનાર કલેક્ટર રણબીર શર્માને તાત્કાલિક પ્રભાવથી હટાવવામાં આવ્યા છે. સુરજપુરના કલેક્ટર રણબીર શર્મા દ્વારા એક નવયુવકથી દુર્વ્યહારનો મામલો સામે આવ્યો બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે તેમને તાત્કાલિક પ્રભાવથી હટાવવાના નિર્દેશ આપ્યા છે.

Image source

લોકડાઉનની ચેકિંગ દરમિયાન હેકડી દેખાતા એક યુવકને થપ્પડ રસીદ કરાવવાળા કલેક્ટરના તેવર હવે ઢીલા પડી ગયા છે. છત્તીસગઢના સુરજપુરના ડીએમ રણબીર શર્માએ એક વીડિયો જારી કરી તેમના વર્તન માટે માફી માંગી છે. કલેક્ટરે જણાવ્યુ કે, તેમને પોતાને કોરોના થઇ ગયો હતો, તેમના માતા-પિતાન તેની ચપેટમાં આવી ગાયા હતા. તેમની માતા તો હજી પણ કોરોના પોઝિટિવ છે.

તેમણે કહ્યુ કે, લોકડાઉનનું કડક પાલન જરૂરી છે. હું જાણુ છે કે, કોરોના થવા પર શરીર પર શુ ગુજરે છે. કલેક્ટરે કહ્યુ કે, મેં તૈશમાં આવીને થપ્પડ મારી દીધો, માફી માંગુ છુ, જુઓ વીડિયો…

Shah Jina