હલ્દવાનીમાં થેયલી હિંસા પર આવ્યું DMનું નિવેદન, કહ્યું : “પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો કરવામાં આવ્યો હતો પ્રયાસ..” જુઓ

DM exposes on Haldwani violence : ઉત્તરાખંડના હલ્દવાનીમાં થયેલી હિંસા એકાએક  ભડકેલી બબાલ નહોતી, પરંતુ તે સંપૂર્ણપણે આયોજનબદ્ધ હતું. નૈનીતાલના ડીએમ વંદના સિંહે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ ષડયંત્રનો સંપૂર્ણ ખુલાસો કર્યો હતો. ડીએમએ જણાવ્યું કે બદમાશોએ છત પરથી પથ્થરો એકઠા કર્યા હતા. ભારે પથ્થરમારો ઉપરાંત બાઇક તોડીને તેમાંથી તેલ કાઢવામાં આવ્યું હતું અને પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હથિયારો વડે પોલીસકર્મીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

અતિક્રમણ દૂર કરવા થઇ હતી કાર્યવાહી :

જ્યારે પોલીસ કે પ્રશાસને કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી ન હતી. પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર જવા લાગી ત્યારે પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો. એક ડઝન જેટલા વાહનો સળગ્યા હતા. પોલીસ સ્ટેશનને ભારે નુકસાન થયું છે. પોલીસ પ્રશાસનને ત્રણ દિવસમાં અતિક્રમણ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.  ડીએમ વંદના સિંહે કહ્યું કે, તેઓએ કથિત મદરેસા કે નમાઝ સ્થળને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી. તેમને ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા નોટિસનો જવાબ આપવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો.

4 લોકોના મોત :

ગુરુવારે સાંજે હલ્દવાનીના બાનભૂલપુરામાં અતિક્રમણ હટાવવાના પગલે થયેલા હોબાળા બાદ અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે, જોકે અત્યાર સુધીમાં બેની પુષ્ટિ થઈ છે. પથ્થરમારામાં લગભગ બે ડઝન પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જ્યારે ઘાયલોની કુલ સંખ્યા 250 છે. મહાનગરપાલિકાનું જેસીબી પણ બદમાશોએ તોડી નાખ્યું હોવાનો આક્ષેપ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસના અનેક વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા.

DMનું નિવેદન :

નૈનીતાલના ડીએમ વંદના સિંહે આ મામલાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ડીએમ વંદના સિંહે ખુલાસો કર્યો કે ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને પોલીસ સ્ટેશન પર હથિયારોથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વંદના સિંહે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે નજીકના છાપરાઓ પરથી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પેટ્રોલ બોમ્બથી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ :

તેમને વધુમાં જણાવ્યું કે જ્યારે નોટિસ આપવામાં આવી ત્યારે પથ્થરો ક્યાંય મળ્યા ન હતા. તેમણે કહ્યું કે CCTV દ્વારા તોફાનીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનની અંદર પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓને પોલીસ સ્ટેશનની બહાર જવા દેવામાં આવ્યા ન હતા. પોલીસ સ્ટેશનના રેકોર્ડ રૂમને પણ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી તમામ રેકોર્ડ બળી ગયા હતા.

અગાઉથી આપવામાં આવી હતી નોટિસ :

વંદના સિંહે કહ્યું કે ત્રણ દિવસ પહેલા અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. માત્ર એક જ મિલકતને નિશાન બનાવવામાં આવી નથી પરંતુ તમામ જગ્યાઓ પર અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે માહિતી આપી હતી કે ગેરકાયદેસર મસ્જિદ અને કબ્રસ્તાનનું કાયદાકીય દસ્તાવેજોમાં કોઈ અસ્તિત્વ નથી. આ જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને તેમને અગાઉથી જ નોટિસ આપવામાં આવી હતી.

2007નો હતો ઓર્ડર :

વાસ્તવમાં આ 2007નો ઓર્ડર હતો. અમારી તરફથી તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. બાંધકામ ગેરકાયદે હતું. હાઈકોર્ટે પણ મલિક બાગના લોકોને રાહત આપી નથી. હલ્દવાની ડીએમ વંદના સિંહે જણાવ્યું કે કેવી રીતે બદમાશોએ હિંસક રમખાણ કર્યા. તેમણે વધુમાં કહ્યું હતું કે “પોલીસે ન તો કોઈને ઉશ્કેર્યા, ન તો કોઈને માર્યા કે ન તો કોઈને નુકસાન પહોંચાડ્યું. પ્રથમ વખત તે શેરીમાં ભીડ એકઠી થવા લાગી. પ્રથમ વખત અહીં વાહનોને આગ લગાડવા જેવી ઘટનાઓ શરૂ થઈ. અતિક્રમણ.” હટાવવાની પ્રક્રિયા શરૂ થવામાં 45 મિનિટ અને પછી હિંસા શરૂ થઈ.

Niraj Patel