દીયા મિર્ઝાએ માલદીવથી શેર કરી સોતેલી દીકરી સાથે તસવીર, સમુદ્રમાં મસ્તી કરતી તસવીર થઇ વાયરલ

બીજા લગ્ન કરનારી દિયા ‘સોતેલી દીકરી’ જોડે માલદીવમાં મનાવી રહી છે વેકેશન, જુઓ તસવીરો

બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝા હાલમાં તેન પતિ વૈભવ રેખી અને તેમની દીકરી સમાયરા સાથે માલદીવમાં છે. તેઓ હાલ તેમનું વેકેશન એન્જોય કરી રહ્યા છે. વેકેશનની તસવીરો દીયા સતત તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

દીયા મિર્ઝાએ હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેની સોતેલી દીકરી સમાયરા સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેણે સમાયરા સાથે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં જોઇ શકાય છે કે, તેઓ વચ્ચે ઘણી સારી બોન્ડિંગ છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

દીયાએ હાલમાં જ કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાંથી એક તસવીરમાં સમાયરા દીયા સાથે સમુદ્રમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. ચાહકોને આ તસવીર ઘણી પસંદ આવી રહી છે.

દીયાએ માલદીવમાં એન્જોય કરતા ઘણી તસવીરો શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. જો કે, અભિનેત્રીએ તેની સોતેલી દીકરી સમાયરા સાથે પણ તસવીર શેર કરી છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલા પણ દીયાએ સમાયરા સાથે તસવીર શેર કરી હતી, જેમાં સમાયરા ગ્રીન કલરના જંપસૂટમાં અને દીયા વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

દીયા મિર્ઝાએ આ ઉપરાંત પણ માલદીવથી કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો. આ તસવીરોમાંથી કેટલીક તસવીરોમાં તે ગ્રીન કલરના આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે બાદ તેણે વ્હાઇટ ડ્રેસમાં પણ તસવીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

તમને જણાવી દઇએ કે, દીયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીના રોજ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દીયા અને વૈભવ બંનેેના આ બીજા લગ્ન હતા. આ પહેલા દીયાએ સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. તે બાદ બંને વર્ષ 2019માં અલગ થઇ ગયા હતા. વૈભવી પહેલી પત્ની જાણિતી યોગા ઇંસ્ટ્રક્ટર છે તેમનું નામ સુનૈના છે, તે બંનેની એક દીકરી સમાયરા પણ છે.

Shah Jina