Divya Khosla Kumar Mother Passed Away: બોલીવુડ અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક દિવ્યા ખોસલા કુમાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીની માતાનું અવસાન થયું છે. આ જાણકારી તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. દિવ્યા ખોસલાએ તેની માતા સાથેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે તેની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. કેટલાક ફોટોમાં દિવ્યા તેની માતાને ગળે લગાડતી જોવા મળે છે,
તો કેટલીક તસવીરમાં તેની માતા તેને અને તેના પુત્રને સ્નેહ કરતી જોવા મળે છે. માતાના જવાથી દિવ્યાનું દિલ તૂટી ગયું છે અને તેણે સોશિયલ મીડિયા દ્વારા આ દુઃખ વ્યક્ત કર્યું છે. દિવ્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘મમ્મા, મેં થોડા સમય પહેલા મારી માતાને ગુમાવી દીધી.હવે મારા હૃદયમાં હંમેશ માટે ખાલીપન આવી ગયુ. હું મારી સાથે તમારા આશીર્વાદ, નૈતિક મૂલ્યો લઇને ચાલીશ…
તમારાથી જન્મ લેવાનો ખૂબ ગર્વ છે, હું તમને ખૂબ પ્રેમ કરું છું મમ્મી ઓમ શાંતિ.’ દિવ્યાની પોસ્ટ પર સેલેબ્સ અને ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોમેન્ટ કરતાં મોનાલિસાએ લખ્યું, ‘ઓમ શાંતિ’. આ સિવાય ઉર્વશી રૌતેલા, પુલકિત સમ્રાટ, માહી વિજ, ગૌતમ ગુલાટી સહિત અનેક સેલેબ્સે દિવ્યાની પોસ્ટ પર કોમેન્ટ કરી અને તેની માતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેમને ‘અદ્ભુત મહિલા’ તરીકે યાદ કર્યા અને એક લાંબી નોટ લખી, ‘આંટી ખરેખર એક અદ્ભુત મહિલા હતી, અને તેની સુંદરતા તેના શારીરિક દેખાવ કરતાં વધુ હતી. તેમનામાં દયાળુતા હતી, જેણે તેની આસપાસના લોકોનું જીવન બદલી નાખ્યું. તેમના પ્રેમ અને માર્ગદર્શને મને ઘણું શીખવ્યું છે.
તેમનો પ્રેમ, શક્તિ અને વારસો પાછળ છોડી દીધો છે જે તેણીને જાણનારા બધાને પ્રેરણા આપતો રહેશે.’ દિવ્યા ખોસલા કુમારની વાત કરીએ તો તે આ ઈન્ડસ્ટ્રીની જાણીતી નિર્માતા અને દિગ્દર્શક છે. દિવ્યા ટી-સીરીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે.દિવ્યાએ વર્ષ 2004માં તેલુગુ ફિલ્મ ‘લવ ટુડે’થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ‘
આ પછી તે અબ તુમ્હારે હવાલે વતન સાથિયો, બુલબુલ, સત્યમેવ જયતે 2 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનેત્રીએ યારિયાં અને સનમ રે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. આ સિવાય દિવ્યા કેટલાક મ્યુઝિક આલ્બમમાં પણ જોવા મળી છે.