કરોડોપતિ ખાનદાનની વહુ ધોમધખતા તડકામાં આ ડ્રેસ પહેરી ઘરની બહાર નીકળી, કરીના, દીપિકા, અનુષ્કા બધી હિરોઇનોને પાછળ છોડી દીધી

બોલીવુડની હસીનાઓ ઘરની બહાર નીકળતા જ કેમેરામાં કેદ થઈ જાય છે. આ પછી તે તેના લુક, ડ્રેસ અને ફેશન સ્ટેટમેન્ટ ચર્ચામાં આવે છે. હવે અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. દિવ્યા હાલમાં જ મુંબઈમાં લંચ માટે ઘરેથી નીકળી હતી અને આ દરમિયાન તે પેપરાજીના કેમેરામાં કેદ થઇ હતી. ત્યારે હવે તેનો આ દરમિયાનનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલો છે. દિવ્યા ખોસલા કુમાર વ્હાઇટ કલરના સ્ટ્રેપી મેક્સી ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. અભિનેત્રીનો આ ડ્રેસ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.

જ્યારે દિવ્યાને સ્પોટ કરવામાં આવી ત્યારે તેનો ડ્રેસ સિંગલ ડ્રેસ જેવો દેખાતો હતો, પરંતુ જ્યારે કેમેરા તેની બેકમાં આવ્યા તો તે સ્કર્ટ ટોપ લુક બતાવતી જોવા મળી હતી. જો કે જણાવી દઈએ કે આ ટૂ પીસ નહીં પરંતુ દિવ્યાનો વન પીસ ડ્રેસ છે. જે ઉપરથી બ્રાલેટ ડિઝાઇનમાં છે અને નીચેથી મેક્સી લુકમાં છે. દિવ્યા ખોસલા કુમારે તેનો સમર લૂક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. આ દરમિયાન તેણે આ મેક્સી ડ્રેસને ફ્લેટ ફૂટવેર સાથે જોડી દીધો. ત્યાં, સનગ્લાસ અને હેર બન સાથે તેણે તેનો લુક કંપલીટ કર્યો હતો.

દિવ્યા આ દરમિયાન પેપરાજી માટે પોઝ આપતી પણ જોવા મળી હતી. અભિનેત્રીનો આ વીડિયો જોયા બાદ ચાહકોનું કહેવું છે કે તે ફેશનના મામલે કરીના કપૂર ખાનથી લઈને અનુષ્કા શર્મા જેવી ફેશનિસ્ટને જબરદસ્ત ટક્કર આપે છે. દિવ્યા ખોસલા કુમાર હંમેશા તેની સુંદરતા અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે દિવ્યા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ ફેન્સ સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Angel Jiya (@angeljiya15)

દિવ્યા ખોસલા એક મહાન અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે. દિવ્યા ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની છે. દિવ્યા ખોસલા કુમાર હંમેશા તેની સુંદરતા અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. દિવ્યા ખોસલા દરેક લુકમાં શાનદાર લાગે છે. દિવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં તેના ચાહકો પણ ઘણા છે. દિવ્યાના ઈન્સ્ટાગ્રામ પર 5.1 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ભૂષણ કુમારે દિવ્યાને પહેલીવાર વર્ષ 2004માં ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીસ’ દરમિયાન જોઈ હતી. પહેલી જ વારમાં તે દિવ્યાને પોતાનું દિલ આપી બેઠો હતો. દિવ્યા માત્ર 21 વર્ષની હતી ત્યારે તેણે ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા હતા. તે આજે એક બાળકની માતા પણ છે.

Shah Jina